________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એ પછી પણ આચાર્ય—પદમહોત્સવે થતા રહ્યા. કિન્તુ ઉક્ત પ્રસંગ અજોડ ગણાઈ ગયે. આચાર્યોની સંખ્યાની દષ્ટિએ નહિ, પરંતુ તેમની પ્રતિભાની દૃષ્ટિએ.
મહેન્દ્રપ્રભસૂરિના આજ્ઞાવતિ અન્ય આચાર્યોનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અભયસિંહસૂરિ (૨) રંગરત્નસૂરિ (૩) માણિક્યસુંદરસૂરિ (૪) ચંદ્રપ્રભસૂરિ (૫) સેમચંદ્રસૂરિ (૬) મેરુતુંગસૂરિ ઈત્યાદિ. આ ઉપરાંત અન્ય મુનિરાજે, ઉપાધ્યાયે, પંન્યાસ, સાધ્વીઓ આદિની સંખ્યા પણ ઘણી હતી. એ અરસામાં ગ્રન્થ-લેખનનું કાર્ય પૂરજોસમાં થયું હોઈને એ બધાં વિશે ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ બની શકે છે અહીં તે કેટલાક આચાર્યો વિશે ટૂંક ઉલ્લેખ જ પ્રસ્તુત છે.
ઉક્ત શિષ્યમાં કવિચક્રવતિ જયશેખરસૂરિ તથા માણિક્યસુંદરસૂરિ મહાન સાહિત્યકાર થઈ ગયા. તેમને ગુજરાતી ભાષાના આદ્ય પદ્યકાર તથા ગદ્યકાર અનુકમે ગણાવી શકાય. એમની સાહિત્ય-કૃતિઓ માટે અંચલગરછ કે જૈન સમાજ જ નહિ કિન્તુ સમગ્ર ગુજરાત-રાજસ્થાન ગૌરવ અનુભવે છે. ગુજરાતી ભાષાના આદિકવિ ગણાતા નરસિંહ મહેતાથી તેઓ સમયની દષ્ટિએ પહેલાં થઈ ગયા છે.
જયશેખરસૂરિને ખંભાતમાં રાજા શંખની રાજસભામાં કવિચકવતિનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ પોતાને “વાણુંદરવર કહે છે. મુનિશેખરસૂરિને વિડીલ ગુરુબંધુ તરીકે તેઓ ખૂબ માન આપતા. મેરૂતુંગસૂરિ એમનાથી આચાર્ય–પર્યાયથી નાના હતા, પરંતુ એમને નાના ન કહેતાં પિતે વચટ હતા એમ કહીને બન્ને પ્રત્યે તેમણે આદરભાવ રજૂ કર્યો છે. માણિક્યસુંદરસૂરિ જેવા સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com