________________
પ્રભાવક આચાર્ય
દુધમ વિવાથી વિચારવા લા એકચિતે સ્મિત્રને
દુષમ કાલના પ્રભાવથી તથા પ્રમાદના દોષથી તપ-નિયમક્રિયા તથા વિદ્યાથી વિમુખ થયેલા પિતાના ગચ્છની શિથિલતા જોઈને મહેદ્રપ્રભસૂરિ વિચારવા લાગ્યા કે આને ઉપાય ક્યો? ગચ્છને ઉદ્યોત કેમ થાય ? આચાર્યે એકચિત્ત ધ્યાન ધર્યું. આયંબિલ–તપના ઉગ્ર વિધિપૂર્વક છ મહિના સુધી સૂરિમંત્રને એક લાખ પ્રમાણ જાપ કર્યો. આથી શાસનદેવી પ્રત્યક્ષ થયાં અને નમન કરીને કહ્યું કે ઈચ્છેલું અને ગચ્છને દીપ્તિ કરનારું ફળીભૂત થશે દેવીના વરદાન પછી કમશઃ તપ-નિયમ-કિયા અને વિદ્યા વૃદ્ધિગત થતાં ગયાં. સૂર્યની જેમ ધર્મને પ્રતાપ ફેલાવતા મહેન્દ્રપ્રભસૂરિ અનુક્રમે મહીતલમાં વિચરતા રહ્યા. આચાર્યો લબ્ધિના પ્રભાવથી પ્રતિબંધ આપીને અનેક શિષ્યોને ચારિત્ર પ્રદાન કર્યું. ગણવૃદ્ધિ થઈ. પાંચસે શિષ્યના પરિવારથી વિંટળાયેલા આચાર્ય શુભતા હતા.
ચરિત્રનાયકની ગચ્છ-સુધારણાની કારકિદીને સર્વોચ્ચ પ્રસંગ પાટણમાં બન્યો. વિ સં. ૧૪૨૦ ના આષાઢ સુદ ૫ ને દિવસે તેમણે પિતાના છ સમર્થ શિષ્યોને આચાર્ય—પદે વિભૂષિત કર્યા. આ પ્રસંગે ગચ્છમાં અભિનવ ચેતનાને સંચાર કર્યો. એ પછી તો એક પછી એક આચાર્યપ્રવર અંચલગચ્છના બેમમાં નક્ષત્રોની જેમ ઉદય પામતા ગયા, અને આમ ગચ્છના પ્રભુત્ત્વનો આગવો ઇતિહાસ આલેખાતો ગયે. આ દષ્ટિએ પાટણના એ ઐતિહાસિક પ્રસંગનું મૂલ્ય અનેકગણું છે.
જે છ શિષ્યોને એકીસાથે આચાર્ય—પદ પ્રદાન થયું તેમનાં નામ આ પ્રમાણે છેઃ (૧) ધર્મ તિલકસૂરિ (૨) સેમતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદ્રસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ. આ ઐતિહાસિક પ્રસંગે વહાર
શ્રેષ્ઠીએ અષ્ટાહ્નિકા મહત્સવ કર્યો. અનેક નગરેના સંઘે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com