________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[૫ ચરિત્રનાયકે ગ૭ધુરા વહન કરી એ વખતે ગ૭ની સ્થિતિ ઘણું કથળેલી હતી. પૂર્વગામી પટ્ટધર માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ કાળધર્મ પામ્યા હેઈને તેમ જ એ પછી પણ ત્રણ વર્ષના સમય માટે શૂન્યાવકાશ સર્જાયે હોઈને આમ થવું તદ્દન સ્વાભાવિક પણ હતું. આવી સ્થિતિમાંથી મહેન્દ્રપ્રભસૂરિએ ગચ્છને ઊર્ધ્વગામી આદર્શો તરફ વાળે. આવું ભગિરથ કાર્ય એકલે હાથે થવું અશક્ય છે. એટલે પ્રતિભાસંપન્ન શિષ્યને તેમણે શેધી શોધીને, તેમને પ્રોત્સાહન આપીને સૌને આ કાર્યમાં જોડી દીધા. પરિણામે ગચ્છ સંગીન સ્થિતિમાં મૂકી શકાય. એમની આ કારકિર્દીથી તેઓ ગચ્છમાં મધ્યકાલીન આર્ય રક્ષિતસૂરિ'ની કીર્તિ સંપાદન કરી શક્યા. એમને પટ્ટશિષ્ય મેરૂતુંગસૂરિને મહિમા તે ગુરુથી સવાય કહેવાય. આ ગુરુ-શિષ્યની જોડલીની કારકિર્દી આર્ય રક્ષિતસૂરિ અને સિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવી જવલંત છે. અંચલગચ્છના ઈતિહાસના બીજા તબક્કાના તેઓ અગ્રયાયી થયા. આ જ ત્રીજે અને આખરી તબકકો ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિના શાસનકાળમાં જોવા મળે છે, જેની અસર આજ દિવસ સુધી ભૂંસી શકાઈ નથી.
મહેન્દ્રપ્રભસૂરિના ગચ્છ-સુધારણાના ભગિરથ કાર્યને પ્રાચીન ગ્રન્થકારેએ ચમત્કારિક રૂપ આપી દીધું હેઈને સાચી હકીક્ત વિશે આપણે અનભિજ્ઞ જ રહ્યા છીએ. જો કે તેનું તારતમ્ય તો સ્પષ્ટ છે. પરંતુ તેના ઉપાદાનનું કારણ ચમત્કારિક પ્રસંગ બન્યા હોઈને આવા ભગિરથ કાર્ય માટે પણ અનુમાને જ કરવાના રહે છે. ફારસી તવારીખકારોની જેમ આપણુ પટ્ટાવલીકાએ એતિહાસિક વર્ણન આપ્યું હોત તો?
ભાવસાગરસૂરિએ ગુર્નાવલીમાં જણાવ્યું છે કે વિષમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com