________________
૪ ]
પ્રભાવક આચાર્ય વિ. સં. ૧૩૯૩ માં સિંહતિલકસૂરિએ તેમને યોગ્ય જાણીને પાટણમાં સૂરિપદે વિભૂષિત કર્યા. એ વખતે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી. સંભવતઃ સિંહતિલકસૂરિને તથા ચરિત્રનાયકને ગઝેશપદ તથા આચાર્યપદ અનુકમે એક જ સ્થાને તથા એક જ પ્રસંગે પ્રાપ્ત થયાં હતાં.
દુર્ભાગ્યવશાત્ સિંહતિલકસૂરિ માત્ર બે વર્ષ સુધી જ ગ૭ધુરા વહન કરીને વિ. સં. ૧૩૯૫ માં દિવંગત થયા. માત્ર પચાસ વર્ષની ઉંમરે ગચ્છનાયકની અણધારી વિદાયથી અંચલગ છે વાઘાત અનુભવ્યું. વિ. સં. ૧૩૯૮માં ખંભાતના સંઘે મહેન્દ્રપ્રભસૂરિને મહોત્સવ પૂર્વક ગણેશપદે અલંકૃત કર્યા. બે પટ્ટધરે વચ્ચે ત્રણ વર્ષને શૂન્યાવકાશ રહ્યો. તેનું કારણ એ હશે કે પૂર્વગામી પટ્ટધર અચાનક કાળધર્મ પામ્યા હોઈને અનુગામી પટ્ટધરની નિયુક્તિ વિશે એમને સંકેત મેળવી શકાય નહિ હોય. બીજું કારણ એ લાગે છે કે અનુગામી પટ્ટધર પૂર્વગામી પટ્ટધરના શિષ્ય નહિ કિન્તુ ગુરુબંધુ છે. પૂર્વગામી પટ્ટધરની ગ્યાયેગ્યતાનો પ્રશ્ન પણ કદાચ ચર્ચાના સરાણે ચડ્યો હોય. ગમે તેમ, એ શૂન્યાવકાશ દરમિયાન ચરિત્રનાયકે જ ગચ્છને કાર્યભાર સંભાળ્યું હશે એમાં શંકા નથી. ગચ્છારૂઢ થયા પછી એમને પ્રકટ પ્રભાવ સવિશેષ વિસ્તર્યો. હવે એમની પ્રભાવક આચાર્ય તરીકેની તેજસ્વી કારકિદીને ખરો પ્રારંભ થયે.
ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સંગઠિત તથા સુવ્યવસ્થિત રાખવાનું કર્યું. આર્યરક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિ ગચ્છને સંગીન સ્થિતિમાં મૂકી ગયા હતા. પરંતુ પછીના પટ્ટધરે એવી પ્રતિભા પ્રગટાવી ન શક્યા. પરિ
ણામે ગચ્છનું સંગઠન પ્રતિવર્ષ શિથિલ થતું ગયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com