________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
મહેન્દ્રકુમારને વૈરાગ્ય ઉપજો. એ વખતે તેની ઉંમર બારેક વર્ષની હતી. એવા પણ ઉલ્લેખ મળે છે કે બાળક મહેન્દ્રકુમારના માત-પિતા એ વખતે અવસાન પામ્યાં હોઈને તેના મામાએ તેને ગચ્છનાયકને સેં. વિ. સં. ૧૩૭૫ માં તેને વઈજલપુરમાં દીક્ષા આપવામાં આવી. નવેદિત મુનિનું મહે. ન્દ્રપ્રભ એવું નામાભિકરણ થયું. અહીંથી એમની ત્યાગમય કારકિર્દીને મંગલ પ્રારંભ થયો.
ચરિત્રનાયકના ગુરુબંધુ તથા પૂર્વગામી પટ્ટધર સિંહતિલસૂરિ પણ મરૂમંડલ અંતર્ગત અઈવપુરના હતા. અઈવપુરનું અપરનામ આદિત્યવાટક પણ મળે છે. વિ. સં. ૧૩૪૫ માં જન્મ. પિતા શ્રીમાલીવંશીય શ્રેણી આસધર. માતા ચાંપલદેવી. વિ. સં. ૧૩૫૨ માં તેમણે ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. નવોદિત મુનિનું નામ સિંહતિલક રાખવામાં આવ્યું. વિ. સં. ૧૩૭૧ માં આનંદપુરમાં એમને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું. વિ. સં. ૧૩૯૩ માં ધર્મપ્રભસૂરિ કાલધર્મ પામતાં તે જ વર્ષે પાટણના સંઘે તેમને ગઝેશપદે અભિયુક્ત કર્યા. કવિ-ચકવતિ જયશેખરસૂરિ તેમને “અમૃત બિન્દુ સમાન વાણી-વિલાસવાળા સાક્ષર” તરીકે વર્ણવે છે. કેટલાક ગ્રન્થકારે તેમને “જેન–શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામેલા” કહે છે, જે દ્વારા તેમનું બહુશ્રુતપણું સૂચિત થાય છે.
આમ પ્રકૃષ્ટ તપસ્વી ગુરુ ધર્મપ્રભસૂરિ તથા પ્રકાન્ડ વિદ્વાન ગુરુબંધુ સિંહતિલકસૂરિની છત્રછાયા પ્રાપ્ત થતાં ચરિત્ર નાયકને આધ્યાત્મિક વિકાસ બહુ જ સારી રીતે થયો. ગુરુ કાલધર્મ પામતાં ગુરુબંધુ તેમના રાહબર બન્યા. અધ્યયન તથા અધ્યાપનમાં જ એમના શરૂઆતનાં વર્ષો વીત્યાં. સાહિત્ય પ્રત્યેની એમની અભિરુચિ વિશેષ ધ્યાન ખેંચે તેવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com