________________
૨ ]
પ્રભાવક આચાર્ય કારણ એ હતું કે એ અરસામાં થયેલા પટ્ટધરે એ ભૂમિની નીપજ જેવા જ હતા. તેઓ ગુજરાત કરતાં રાજસ્થાનમાં સવિશેષ વિચરતા રહ્યા. એમને ત્યાગી સમુદાય પણ ત્યાંના ઉત્તમત્તમ ફાલ જે જ હતે. ગાનુયેગ આર્ય રક્ષિતસૂરિની જેમ મહેન્દ્રપ્રભસૂરિ પણ એક જ પ્રદેશના હતા. એમની વચ્ચેના અન્ય સામ્યમાં આ બાબત પણ ધ્યાનાકર્ષક છે.
ચરિત્રનાયકના ગુરુ ધર્મપ્રભસૂરિને જન્મ વિ. સં. ૧૩૩૧ માં ભિન્નમાલમાં થયે હતે. પિતા શ્રીમાલી જ્ઞાતીય શ્રેણી લીંબા, માતા વિજલદેવી. એમનું પૂર્વાશ્રમનું નામ ધનરાજ. તેમણે વિ. સં. ૧૩૪૧ માં ઝાલેરમાં અંચલગચ્છાધિપતિ પાસે દીક્ષા લીધી. વિ. સં. ૧૩૫૯ માં તેમને ઝાલરમાં જ આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. વિ. સં. ૧૩૭૧ તેઓ ગચ્છનાયકપદે બિરાજ્યા. પાટણમાં ગચ્છશ-મહોત્સવ ઉજવાયો. તેમણે વિ. સં. ૧૩૮૯ માં ૫૭ પ્રાકૃત ગાથાઓમાં “કાલિકાચાર્ય કથા”ની રચના કરી, જેની સચિત્ર-પ્રતે ઉપલબ્ધ થાય છે. આ કૃતિથી એમનું નામ ચિરંજીવી બન્યું. ડે. લેયમેન તથા ડે પસી બ્રાઉન જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ આ કૃતિનું સંપાદન કર્યું છે. તેઓ ઉગ્ર તપસ્વી તરીકે પંકાયા હતાઃ માત્ર એક ટંક આહાર લેતા તથા રાત-દિવસ નિદ્રારહિત જ રહેતા. એમના અપ્રમાદિપણાની પ્રશંસા રાજસભાઓમાં થતી એમ પ્રાચીન ગ્રન્થકારે વર્ણવે છે એમની કીર્તિ તપમૂર્તિ તરીકે બધે ફેલાયેલી. ખાસ કરીને દક્ષિણ રાજસ્થાનમાં તેમણે અપૂર્વ ચાહના પ્રાપ્ત કરેલી.
આવા બડભાગી ગુરુના શિષ્ય થવાનું બહુમાન ચરિત્રનાયકને પ્રાપ્ત થયું. વિ. સં. ૧૩૭૫ માં ગુરુ વડગામમાં
પધાર્યા. એમની સંવેગવાહિની વાણીનું શ્રવણ કરીને બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com