________________
પ્રભાવક આચાર્ય શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
કવિ-ચક્રવર્તિ જયશેખરસૂરિએ જેમના કરકમલને લક્ષ્મી અને સરસ્વતીની મૈત્રી કરાવનારું તીર્થ કહે છે, એવા મહા પ્રભાવક આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિ અંચલગચ્છના ઈતિહાસમાં
મધ્યકાલીન આર્યરક્ષિતસૂરિ' તરીકે અભૂતપૂર્વ માન ખાટી ગયા છે. અંચલગચ્છ–પ્રવર્તક જેવી જ નિષ્ઠા અને ખંતથી ચરિત્રનાયકે ગચ્છના પુનઃ પ્રસ્થાન માટે અપૂર્વ પુરુષાર્થ દર્શાવ્યો, અને અભિનવ ચેતના જગાડી. મહેન્દ્રપ્રભસૂરિ અને તેમના સમર્થ શિષ્ય મેરૂતુંગસૂરિનું આધ્યાત્મિક શાસન ઘણી રીતે આરક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવું જ્વલંત તેમ જ શકવર્તિ મનાયું છે.
વિ. સં. ૧૩૬૩ માં એમને જન્મ શ્રી જીરાપલ્લીતીર્થ નિકટના વડગામમાં થયો હતે. એમનું પૂર્વાશ્રમનું નામ મહેન્દ્રકુમાર હતું. પિતા ઓસવાળ વંશીય શ્રેષ્ઠી આભા. માતા જીવણદેવી. કેટલાક પ્રમાણુ-ગ્રન્થમાં એમની માતાનું નામ નિખિણી પણ મળે છે. પિતા આભા ઝવેરી હોઈને પરીખ કહેવાતા. આવા ગર્ભશ્રીમંત કુટુંબમાં મહેન્દ્રકુમારનું લાલનપાલન થયું. બાળક નાનપણથી જ પ્રભાવશાળી તથા કુશાગ્ર બુદ્ધિને હતે. અન્ય બાળકેથી તે જુદો તરી આવતો.
અંચલગચ્છ પ્રત્યે એ કાળે રાજસ્થાને ઘણી ભકિત દર્શાવી–એમાં પણ મરુમંડલ તો શિરમોર ગણાય. એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com