________________
૧૬ ]
આગમકલા-મુખ” બિરુદધારક
જણાવાયું છે કે તેઓ ખંભાત પધારેલા અને ત્યાં ચાતુર્માસ રહેલા. પર્યુષણ મહાપર્વ દરમિયાન કલ્પસૂત્રની વાચના કરતાં ગુરુ પાટ પર જ પોતાનો નશ્વર દેહ વિ. સં. ૧૩૦૯ માં છોડી ગયા. તેમનો એક પણ શિષ્ય એગ્ય ન હોઈને ખંભાતના સંઘે પૂર્વ વિદ્યાધર શાખાના અને પછી અંચલગચ્છની વલ્લભાશાખાના સેમપ્રભસૂરિના ભત્રિજા સિહપ્રભસૂરિને ગચ્છનાયકપદે સ્થાપ્યા. અન્ય પ્રમાણોને આધારે તેઓ વિ. સં. ૧૩૦૯ માં તિમિરપુરમાં દિવંગત થયા. દિવંગત થતા પહેલાં એમણે ગચ્છભાર સિંહપ્રભસૂરિને સુપ્રત કરેલો.
ચરિત્રનાયકના શિષ્ય-સમુદાય વિશે ઝાઝું જાણું શકાતું નથી. એમના એકમાત્ર શિષ્ય મુનિ રૂપચંદ્ર વિશે મોટી પટ્ટાવલીમાંથી ઉલ્લેખ મળી આવે છે. તેમાં તેર શિષ્યોનો ઉલ્લેખ છે. વાસ્તવમાં એ વખતનો અંચલગચ્છનો વ્યાપક વિસ્તાર જોતાં એમના અનેક શિષ્યો હશે જ એમાં શંકા નથી.
એમના કાલધર્મને સાતેક શતાબ્દીઓ થઈ હોવા છતાં અંચલગચ્છ પોતાના આ બહુશ્રુત પટ્ટધરને આજે પણ યાદ કરતા થાક્યો નથી. ચરિત્રનાયકે રચેલી શતપદી અંચલગચ્છનું જાણે સંવિધાન ન હોય તેમ તેને આધાર પ્રત્યેક પ્રસંગે લેવામાં આવે છે, અને તેના વિધાનને અંતિમ શબ્દ તરીકે સ્વીકારવામાં આવે છે. તદુપરાંત ચરિત્રનાયકે રચેલ “અછો. ત્તરી ને પાઠ અંચલગચ્છીય સામાયિકમાં કહેવામાં આવતો હોવાથી તે દ્વારા ચરિત્રનાયકનું સ્મરણ સદાદિત રહ્યા જ કરે છે. એવી જ રીતે ચરિત્રનાયકે પાદલિપ્તસૂરિ દ્વારા રચિત “શ્રી વીરજિનર્તોત્રનો પાઠ પણ તેમાં સંલગ્ન કર્યો જે આજે પણ કાયમ રહ્યો છે. એ રીતે પણ એમનું સ્મરણ રહ્યા કરે છે. આવા પ્રતિભાસંપન્ન ગચ્છનાયકને ભૂરિ ભૂરિ વંદના.
- તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com