________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
[ ૧૫ તથા અભયદેવસૂરિ (વિચાર ૧૦૪), મુનિચંદ્રસૂરિ તથા દેવસૂરિ (વિ૦ ૧૦૫), ધર્મદાસગણિ (વિ૦ ૧૦૬), જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ તથા જિનપત્તિસૂરિ (વિ૦ ૧૦૭) આદિ આચાર્યોની આચારણાઓ સંબંધમાં પણ મહેન્દ્રસિંહસૂરિએ પિતાના વિચારો વ્યક્ત કર્યા છે, એટલું જ નહિ જેન આગમ-સાહિત્યના ખાસ આધારે લઈને તેને ચકાસ્યા પણ છે, જે અત્યંત મનનીય છે. સાથે સાથે એ બધાની વિચારણાઓ સાથે અંચલગચ્છની વિચારણ પણ સરખાવી છે. એમ કરતી વખતે ગ્રWક્તનું વલણ ખંડનાત્મક નહિ પરંતુ રચનાત્મક રહ્યું છે કોઈ પણ ગચ્છ કે આચા ર્યની નિંદા કર્યા વિના, તમને ઉતારી પાડ્યા વિના, માત્ર તાત્ત્વિક ભૂમિકાનું અવલંબન લઈને એમણે પ્રસ્તુત ગ્રન્થરચે છે. ગ્રન્થકર્તાની વિશાળ દષ્ટિ, તેમ જ તેમનું બહોળું વાંચન ખરેખર એમના માટે માનની લાગણી પેદા કરે છે. - મહેન્દ્રસિંહસૂરિએ બીજા પણ ગ્રન્થ રચ્યા હશે, પરંતુ તે વિશે પ્રકાશ પાડી શકાતું નથી તેમને સરસ્વતીદેવીનું વરદાન પ્રાપ્ત થયેલું એવા પ્રમાણગ્રન્થના ઉલ્લેખ દ્વારા જ એમની ગ્રન્થલેખનની પ્રવૃત્તિ સંબંધમાં કલ્પના કરી શકાય છે.
ચરિત્રનાયક ઉગ્ર વિહારી તરીકે પ્રસિદ્ધ હતા. એમણે અનેક જૈનતીર્થોની યાત્રા કરેલી એ વિશે કહેવાઈ ગયું છે. ગ્રામાનુગ્રામ વિહરીને એમણે અનેક જીવને ધર્મ પમાડ્યો, અનેકને નવદીક્ષિત કર્યા, તેમ જ એમના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ.
ખાસી વર્ષની જૈફ ઉંમરે પહોંચેલા ચરિત્રનાયક વિહરતા અનુક્રમે તિમિરપુર–તથરવાડમાં પધાર્યા. એમની તબિયત લથ. ડતા તેઓ ત્યાં જ ચાતુર્માસ રહેલા. અન્ય પ્રમાણગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com