________________
૧૪ ]
આગમકલા-મુખ” બિરુદધારક વાથી વિ. સં. ૧૨૮૪ માં પ્રાકૃતમાં ઉક્ત “મનસ્થિરીકરણપ્રકરણ” પદ્યમાં રચ્યું. તેની જૂની હાથપ્રતો પાટણના ભંડારમાં વિદ્યમાન છે. એમણે પિતાના આ ગ્રન્થ પર પણ ૨૩૦૦ બ્લેિક–પરિમાણનું સંસ્કૃત- ગદ્યમાં સુંદર વિવરણ લખ્યું છે. તેમાં મૂળ ગ્રન્થની કઠિન ગાથાઓને ભાવાર્થ રજૂ કરી તેના ઉપર સંક્ષેપમાં વિવરણ કરવામાં આવ્યું છે.
એજ વર્ષે એટલે કે વિ. સં. ૧૨૮૪ માં જ એમણે ધર્મઘોષસૂરિના કહેવાથી “સાર-સંગ્રહ” નામને પદ્યગ્રન્થ પ્રાકૃત ભાષામાં એ, જેની પ્રત પણ પાટણના ભંડારમાં વિદ્યમાન છે.
મહેન્દ્રસિંહસૂરિ ઉચ્ચ કોટિના દાર્શનિક, ઉત્કૃષ્ટ ટીકાકાર તથા આગમ-પ્રણીત સામાચારીના પ્રખર અભ્યાસી હતા તેની પ્રતીતિ શતપદી ગ્રન્થ દ્વારા મળી રહે છે. મૂળ ગ્રન્થ તે એમના ગુરુ ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૬૩ માં પ્રાકૃતમાં રચ્યો હતો. પરંતુ તે કિલષ્ટ હોવાથી વિ. સં. ૧૨૯૪ માં મહેન્દ્રસિંહસૂરિએ એ ગ્રન્થમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્વરી, કમરચનામાં કવચિત્ ફેરફાર કરી તે શતપદી–પ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો નવું સંસ્કરણ પામેલા ગ્રન્થની તાડપ્રતા પાટણના ભંડારમાં સુરક્ષિત છે.
અંચલગચ્છની વિચારધારા તેમ જ તેના આદર્શોનું નિરૂપણ પ્રસ્તુત ગ્રન્થમાં છે. અંચલગચ્છની મૂળ સામાચારીનું દર્શન, તેમ જ તેની અન્ય સામાચારીઓ સાથેની તુલના આ ગ્રન્થ દ્વારા મળી રહે છે. તત્કાલીન ભિન્ન ભિન્ન વિચાર ધારાઓ અને આચારણાઓની વિષમતા અંગે પણ વિચાર નં. ૧૦૩ માં દષ્ટિપાત કર્યો છે જે ઘણે તાત્વિક છે, તેમજ નુતન ગચ્છ-સૃષ્ટિની પૂર્વ સંધ્યાની મૂળ ભૂમિકા રજૂ કરે છે. વિચાર નં. ૧૦૯ માં કર્તાએ દિગંબર મત પર પિતાનું મંત
વ્ય વિશદ્ દષ્ટિએ રજૂ કર્યું છે. એવી જ રીતે હરિભદ્રસૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com