________________
૧૦ ]
પ્રભાવક આચાર્ય હતે. સંઘવી કાજલ રાણાને પ્રધાન હતું. મેઘાશાહ પ્રધાન કાજલના બનેવી થાય. એક વખત કાજલ વતીથી પાટણમાં વ્યાપારાર્થે આવેલા મેઘાશાહને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં હુસેનખાન પાસે જિનબિંબ હોવાની વાત કરીને સૂચન કર્યું કે તે સવાસે દામ આપીને મેળવવું સ્વપ્નાનુસાર મેઘાશાહે એ પ્રતિમા મેળવી. તે વખતે પાટણમાં બિરાજમાન મેરૂતુંગસૂરિએ તે પ્રતિમાને જોઈને મેઘાશાહને કહ્યું કે આ પ્રતિમા તમારા દેશમાં લઈ જાઓ અને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રસ્થાપિત કરે આ પ્રભાવક પ્રતિમાથી તમારા દેશમાં અતિશવંત મહાતીર્થ પ્રકટ થશે.
પાટણમાં કરિયાણું, રૂ આદિ વસ્તુઓની ખરીદી કરી, રૂની ગાંસડીમાં એ પ્રતિમા ગોઠવીને મેઘાશાહ રાધનપુર થઈને પિતાના વતન ભણું હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં પ્રતિમાના પ્રભાવથી પિઠિયાઓ કઈ ગણું શકયું નહિ. મતલબ કે એને દાણ ભરવું પડયું નહિ. ઘેર પહોંચતાં જ કાજલશાહે બધાજ હિસાબ માગે. મેઘાશાહ પ્રતિમા મેળવવા ખર્ચેલી રકમ પિતાને ખાતે માંડવાનું કહે છે અને સ્પષ્ટ જણાવે છે કે પ્રતિમા તે હું જ રાખવાનો. કાજલશાહને પ્રતિમા રાખવાની ઈચ્છા હતી. પણ મેઘાશાહ મક્કમ રહ્યા. કાજલશાહ ત્યાં પ્રધાનપદે હતા એટલે એમની વચ્ચે થયેલી રકઝકથી મેઘાશાહ ત્યાંથી થરપારકરના ગોડીપુર ગામે ચાલી નીકળ્યા. ત્યાં ઉદયપાલ ઠાકરનું રાજ્ય હતું તથા ખેતશી લુણેતને પ્રભાવ ઘણે સારે હતું. તેમણે મેઘાશાહને આવકારતાં મેઘાશાહ ત્યાં જ સ્થિર થઈને રહ્યા. પ્રતિમાના પ્રભાવથી તેઓ અખૂટ સંપત્તિ પામ્યા. પછી તેમણે ત્યાં જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો.
જિનપ્રાસાદ બંધાવવા માટે તેણે દેશ-દેશાવરથી સલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com