________________
[ ૫
શેઠ કેશવજી નાયક સાથે શેઠને અંગત મિત્રી, એટલે તેની મુકાદમીનું કામ શિવજી નેણશીની પેઢીને મળી શકેલું. એ અગાઉના મુકાદમ ભાટીઆ ઉકેડા કાઠ શેઠને પુત્રવત્ ચાહતા એટલે આ ફેરફારને તેમણે વિરોધ કરેલે નહિ. આ મુકાદમીથી શિવજી નેણશીની પેઢી કચ્છી પેઢીઓમાં શિરમોર ગણાઈ. એની સમૃદ્ધિ અનેકગણું વધી. દુર્ભાગ્યે શેઠને અન્ય ભાગીદાર ઘેલાભાઈ પદમશી સાથે મતભેદ પડતાં તેઓએ છૂટા થઈને વિ. સં. ૧૯૧૭ માં નરશી કેશવજીના નામથી સ્વતંત્ર પેઢી સ્થાપી. બન્યું એમ કે શિવજી નેણશીની પેઢી સાથેનો બધો જ વેપાર આ પેઢીના હાથમાં આવી ગયે, નીકલ કંપનીની મુકાદમી પણ. પરિણામે શિવજી નેણશીની પેઢીનાં વળતાં પાણી થયાં, અને નરશી કેશવજીની પેઢીમાં સમૃદ્ધિની ભરતી આવી! આ પેઢીની ઉન્નતિ સાથે જ્ઞાતિએ આબાદીને સુવર્ણકાળ મા. કચ્છી પ્રજાને ગૌરવ પ્રાપ્ત થયું. કેશવજી શેઠની ગણના કરોડપતિ તરીકે થઈ. - ઈ. સ. ૧૮૬૨ માં અમેરીકામાં લડાઈ ફાટી નીકળતા રૂના ભાવ આસમાને ગયેલા. કમાઈ લેવાના પ્રલેશનથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ વેંચી દીધેલું! એ વર્ષે નાણાનો મૂશળધાર વરસાદ વરસ્યો મુંબઈને ઝગમગાટ પરાકાષ્ટાએ પહોંચેલે નાણાંની રેલમછેલ થતાં બેન્ક, ફાઈનેન્સીઅલ કેરપિરેશન વગેરેને પણ રાફડો ફાટ્યો. કેશવજી શેઠે આ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું. તેમણે સ્થાપેલી સંસ્થાઓ આ પ્રમાણે છેઃ (૧) બેન્ક ઓફ ઈન્ડીઆ લિ. (૨) બબ્બે ટ્રેડીંગ એન્ડ બેન્કીંગ એસેસીએશન લિ. (૩) ઈસ્ટ ઈન્ડીઆ બેંક લિ. (૪) ઈસ્ટર્ન ફાઇનેન્સીઅલ એસેસીએશન (૫) એલ્ફીન્સ્ટન લેન્ડ એન્ડ પ્રેસ કુ. વગેરે. આ નાણાંકીય સંસ્થાઓએ વ્યાપાર-ઉદ્યોગને ઘણું પ્રેત્સાહન આપ્યું, તેમ જ દેશમાં પાયાના ઉદ્યોગે
સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com