________________
મળતા
ઈ
ચલતે
જ્ઞાતિ-મુકુટમણિ ખૂબ જમાવી. આ રીતે ભાગ્યે યારી આપતાં તેઓ સફળતાનાં પગથિયાં ઝડપભેર ચડતા ગયા.
વિ. સં. ૧૮લ્પ માં કેશવજી શેઠ સુથરીના વેરશી પાસુનાં બહેન પાબુબાઈ સાથે પરણ્યા. માંકબાઈ એમનાં દ્વિતીય પત્ની હતાં. એ પછી તેઓ વીરબાઈ સાથે લગ્નપ્રન્થિથી જોડાયા. પાબુબાઈથી વિ. સં. ૧૯૦૦ માં પુત્રી તેજબાઈ અને વિ. સં. ૧૯૦૩ માં નરશીભાઈને જન્મ થયે. માંકબાઈએ ત્રીકમજીને જન્મ આપે, જે અલ્પજીવી થયે. વીરબાઈ સાથે શેઠને ઝાઝો મનમેળ રહ્યો નહિ.
કેશવજી શેઠની દીર્ધદષ્ટિથી વિ. સં. ૧૯૦૯માં ચીનના હોંગકૅગ બંદરમાં તથા આફ્રિકામાં પિઢીઓની સ્થાપના થઈ. ચીન સાથે અફીણનો વેપાર ધમધોકાર ચાલતું. ત્યાંના પ્રતિનિધિ હતા જા પીરભાઈ ખાલેકદીના. શેઠના ઘણા જ વિશ્વાસપાત્ર માણસ. આ પેઢીની ચડતીથી કેટલાક વિધનસંતોષી ખેજાઓની આંખમાં ઝેર રેડાયું. તેમણે પેઢીને જફા પહોંચાડવા પોતાની બહુમતિના જોરે જયંત્ર રચ્યું, જેના પ્રત્યાઘાત રૂપે મુંબઈમાં જાઓ અને વાણિયાઓ વચ્ચે વિ. સં. ૧૯૧૦ માં હુલ્લડ ફાટી નીકળ્યું. ત્રણ દિવસ સુધી ખેજા ગલીમાં હાહાકાર મચી ગયો. એ વખતે લુહાણે ખટો મડાઈ માંડવીલત્તાનો દાદા કહેવાતા. પિતાના પાંચસો સાગરીતે સાથે તેણે જાગલીમાં ત્રાસનું સામ્રાજ્ય વર્તાવ્યું. કહેવાય છે કે કેશવજી શેઠની પ્રેરણાથી આ થયું. અંતે ખેજા આગેવાન ધરમશી પૂજાએ બેઉ જ્ઞાતિનું માન જળવાય એ રીતે કેશઘજી શેઠ સાથે સમાધાન કર્યું અને મામલો થાળે પડ્યો
એ અરસામાં વિલિયમ નીકલની કંપની રૂના વ્યાપારની આગેવાન પેઢી ગણાતી. તેના ભાગીદાર જહેન ફલેમીંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com