________________
શેઠ કેશવજી નાયક
[ ૩ નિશ્ચય કરીને તેણે દરિયાને રસ્તે લીધે. કિનારે પહોંચે તો દરિયામાં ઓટ હતી ! ભરતીની વાટ જોતો તે રેતી ઉપર જ સૂઈ ગયો.
બીજે દિવસે વહેલી સવારે ભાટિયા કેમના નબીરા દેવજી શિવજી ઝવેરીએ તેને જગાડ્યો અને ખજૂરનું વહાણ ખરીદવા તેને કહ્યું ત્યારે બાળકના અચંબાને પાર ન રહ્યો. તેણે પોતાની આપવીતી શેઠને કહી સંભળાવી. તો શેઠ કહે પૈસાની ફિકર કરતે નહિ. હું બેઠો છું.”
બનેલું એમ કે દેવજી શેઠને વ્યાપારમાં નફો ન થત હોવાથી તેમણે પ્રસિદ્ધ તિષી પાસેથી જેશ જેવડાવેલું. તે અનુસાર જાણવા મળેલું કે તેમને પિતાને નામે વેપાર કરવાથી નફે થશે નહિ, કિન્તુ અમુક દિવસે, અમુક સમયે દરિયા કિનારે એક છોકરો મળશે. તેના નામે વેપાર કરવાથી ઘણે લાભ થશે આમ તેમને ચરિત્રનાયક સાથે ભેટો થઈ ગયે. અને એમના ભાગ્યને દરવાજે એકાએક ઉઘડી ગયે.
વિલાયત જતું વહાણુ સફર રદ થતાં મુંબઈના બારામાં લાંગરેલું. તેમાં ભરેલા ખજૂરનું લિલામથી વેંચાણ થવાનું હતું. દેવજી શેઠના સૂચનથી કેશવજીભાઈએ માલ ખરીદી લીધે. તેના વેચાણથી એમને આઠેક હજાર રૂપી આને નફે થયે, જે બેઉએ વહેંચી લીધો. આ રીતે ચરિત્રનાયકના ભાગ્યરવિને ઉદય થયે અને તેઓ કેશામાંથી કેશવજી શેઠ થયા.
એ પછી તેઓ જેતશી જીવરાજ તેરાવાળા તથા ગુર્જર દેવજી શેઠના ભાગીદાર થયા અને સારી પૂંજી જમાવી. વિ. સં. ૧૯૦૦ માં તેઓ તથા ઘેલાભાઈ પદમશી, શેઠ શિવજી નેણશીની પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. પેઢીનું સુકાન કેશવજી શેઠે પોતાના હાથમાં લીધું અને તેની આંટ–પ્રતિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com