________________
૨ ]
જ્ઞાતિ-મુકુટમણિ
આકર્ષણ સૌને રહેતું ચરિત્રનાયકના મામા નેણશી સવાણીને પણ મુંબઈએ મેહિની જગાડી, એટલે એમની સાથે દશેક વર્ષના બાળક કેશવજીએ પણ ત્યાં પ્રયાણ કર્યું. પહેલાં ત્યાં સૌ શ્રમથી પસીનો પાડીને પેટિયું રળતા, અને કમે કમે વ્યાપાર-સૂઝથી સફળતાનાં પગથિયાં ચડતા જતા. ચરિત્રનાયકના જીવનમાં પણ એવું જ ઘટના-ચક જોવા મળે છે.
નેણશી મામાના પુત્ર શિવજી તથા કેશવજીભાઈ અને સહાધ્યાયિઓ હતા. મહત્ત્વાકાંક્ષી પણ ઘણા જ આપબળે આગળ વધીને બેઉ શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના શેઠ નરશી નાથા સમેત પાંચ શેઠિયાઓમાં સ્થાન પામી શક્યા. એમની વચ્ચેનું આ સામ્ય બેંધનીય ગણાય. સાહસ, શૌર્ય અને ટેકીલાપણુમાં કેશવજીભાઈ શિવજીભાઈથી જુદા તરી આવતા અભ્યાસમાં પણ તેઓ સરસાઈ ભોગવતા. મામાએ શિવજી નેણશીના નામે સ્વતંત્ર પેઢી શરૂ કરતાં રાત્રે કેશવજીભાઈ તેમાં નામું કરે, દિવસે અભ્યાસ.
એક દિવસે શિવજીભાઈએ સારી પછેડી નિશાળમાં પહેરી આવીને કેશવજીભાઈને રફથી બતાવી. કેશવજીભાઈ કહે કે એમાં શું? આવતી કાલે એથી સારી પછેડી હું પહેરી આવીશ ! ઘેર આવીને તેણે મા પાસે પૈસાની માગણી કરી. પૈસા હોય તે મા આપેને! નિરાશ થઈને રાતે પેઢીમાં નામું લખવા ગયા તે શાહીને ડાઘ ચોપડા ઉપર પડ્યો. એટલે મામાએ પણ ઠપકો આપ્યો. એટલે બળતામાં ઘી હોમાયું. શાહીનો આખો ખડિયે જ ચોપડા ઉપર ઢળીને બાળક મામાનો દાદરે રફથી ઉતરી ગયો!!
જાવું ક્યાં ? સારી પછેડી ખરીદ્યા સિવાય નિશાળમાં પણ જઈ શકાય એમ ન હતું. અંતે આપઘાત કરવાને દઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com