________________
જ્ઞાતિ-મુકુટમણિ એ અરસામાં કાપડ મિલોની સ્થાપનાના શ્રી ગણેશ થયા. આ ઉદ્યોગે આજે પ્રગતિની હરણફાળથી દેશના પ્રમુખ ઉદ્યોગોમાં પિતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જેના પપ્નદષ્ટાઓમાં કેશવજી શેઠ પણ એક હતા. સૌ પ્રથમ મંગળદાસ નથુએ બેએ યુનાઈટેડ મિલ્સ સ્થાપી. બીજી, રયલ મિસ દીનશા માણેકજી પીટીટે અને બમનજી હારમસજીએ કેશવજી શેઠના ભાગમાં ઊભી કરી. એ પછી ત્રીજી, નરશી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ્સ લિ. કેશવજી શેઠના પુત્ર નરશી શેઠે રૂપીઆ પાંચ લાખથી શરૂ કરી, જે આજે ન્યુ કેસરે હિન્દુ મિકસના નામે ચાલે છે. જોકે મિલના કર્મચારીઓ તે આજે પણ તેને નરશી મિકસ તરીકે જ ઓળખાવે છે! એ પછી પ્રીન્સ ઓફ વેલ્સ, એલેકઝાન્ડા, કોલાબા, ફલેમીંગ વગેરે મિલે સ્થપાઈ. આ બધી મિલેની વિકાસ કૂચમાં પણ કેશવજી શેડ તથા નરશી શેઠને ગણનાપાત્ર હિસ્સો હતો. આ રીતે ભારતના એક આગેવાન ઉદ્યોગની સ્થાપનામાં એમને પુરુષાર્થ મુખ્ય હેઈને તેની તવારીખમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે.
કેશવજી શેઠ મુંબઈના મોટા જમીનદાર પણ ગણાતા. મુંબઈની વિશાળ જમીનના તેઓ માલિક હતા. ઉમરખાડીની પછવાડેને ભાગ એમની માલિકીનો હતો. એમના પુત્ર નરશી શેઠના નામ પરથી એ વિસ્તાર હાલમાં પણ “નરસંગપુરા”ના નામથી ઓળખાય છે. એમની જ્ઞાતિના અન્ય શેઠ જીવરાજ રતનશીન બંધુ ભીમશી રતનશીના નામ પરથી ડુંગરી સ્ટ્રીટહાલમાં શયદા માર્ગનો વિસ્તાર ભીમપુરાના નામે આજે પણ ઓળખાય છે. આ પરથી જાણી શકાશે કે કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિનાં મૂળ મુંબઈમાં કેટલાં ઊંડા હતાં. તેમણે મુંબ
ઈને પારકો પ્રદેશ કદિ પણ ગણ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com