________________
અનેક નૃપતિ પ્રતિબંધક વિ. સં. ૧૪૪૪ માં તેઓ વઢિયાર અંતર્ગત લાડા નગરમાં ચાતુર્માસ રહ્યા. તેમણે રાઠોડ વંશીય ફણગર મેઘરાજાને એક સે ભાયાતો સાથે પ્રતિબંધિત કર્યો. મેઘનરેન્દ્ર આચાર્યને અનન્ય ભક્ત બની ગયે. લાલાડામાં અંચલગચ્છનો તેમ જ જૈન ધર્મને મહિમા વિસ્તર્યો. ભટ્ટગ્રન્થમાં ઉલેખ છે કે વિ. સં. ૧૨૨૪ માં જયસિંહસૂરિએ લાડાના રાઠોડ વંશીય રાઉત ફણગરને પ્રતિબંધ આપીને જૈન ધર્મી કરેલો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગેત્રથી ઓળખાય છે. પ્રસ્તુત પ્રતિબંધના પ્રસંગમાં રાજાનું નામ મેઘરાજ દર્શાવાયું છે. આથી ઉક્ત બેઉ પ્રસંગો ભિન્ન છે.
અંચલગચ્છની મોટી પદાવલીમાં લેલાડા સંબંધમાં બીજો એક પ્રસંગ આ પ્રમાણે છે. એક વખત મેતુંગસૂરિ
લાડામાં ચાતુર્માસ રહેલા ત્યારે ગુજરાતના અધિપતિ સુલતાન મહમ્મદશાહનું સૈન્ય ગામ ભણું આવતું હતું. મેટા ભાગના ગ્રામ્યજનો એ વખતે લગ્ન પ્રસંગે પાટણ તથા દસાડે ગયેલા. એટલે રહ્યા–સહ્યા લેકમાં ભય ફેલાયે. સૂરિને આ વાત નિવેદિત કરતાં તેમણે શ્રાવકને સવા મણ ચોખા લાવવાનું કહ્યું. કહેવાય છે કે, મંત્ર પ્રભાવથી એ ચોખા મુસલમાન સન્ય ઉપર નાખતાં તેઓ પલાયન થઈ ગયા. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે ચોખાની ધારાવાડી ગામને ફરતે દેવામાં આવી. મંત્ર પ્રભાવથી જેટલા અક્ષત હતા તેટલા સિનિક થયા, જે જોઈને મુસલમાન સૈન્ય પાછું હઠી ગયું. આ પ્રસંગથી સૌ ચમત્કૃત થયા સૂરિને તેમણે વિનંતી કરી કે હવેથી આપના શિષ્યોમાંથી કઈ પણ એક ઉત્તમ મુનિ અહીં
લાડામાં પ્રતિવર્ષ ચાતુર્માસ રહે એવી વ્યવસ્થા કરી આપ!” આચાર્ય સંઘની આ વિનંતીનો સ્વીકાર કર્યો. આ અંગે તામ્રપત્ર થયેલું એ ઉલ્લેખ પણ મળે છે. મેરૂતુંગસૂરિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com