________________
શ્રી મેરૂતુંગસૂરિ મહમ્મદશાહ સુલતાનને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મહિમાથી લલાડાથી પાછ વાગ્યે એ વાત વઢિયાર પ્રદેશમાં આજે પણ ખુબ ખુબ પ્રસિદ્ધ છે.
લોલાડામાં બીજે પણ એક મહત્ત્વનો પ્રસંગ બને. એક વાર આચાર્ય સંધ્યાવશ્યક કરી કાર્યોત્સર્ગ...ધ્યાનમાં મગ્ન બનીને ઊભા હતા. તે વખતે એક કાળા સર્ષે તેમને પગમાં ડંશ દીધો. કિન્તુ આચાર્ય ધ્યાનમાં સ્થિર જ રહ્યા. કાર્યોત્સર્ગ પૂર્ણ થયા બાદ તેઓ મંત્ર-યંત્ર ગારૂડિક સર્વ પ્રેગને છોડીને તેમ જ ઔષધને આશ્રય લેવાને બદલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમક્ષ ધ્યાનાસનમાં બેસી ગયા. તેમણે ઈષ્ટદેવ શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ ભગવંતને ત્રિલેક્ય વિજય નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત સ્તોત્ર કર્યું. તેના પ્રભાવથી એમનું વિષ અમૃત થયું.
પ્રાતઃકાલે નિયત સમયે તેઓ વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે સંઘમાં અપાર હર્ષધ્વનિ પ્રસર્યો. આ પ્રસંગથી ત્યાં અંચલગચ્છને મહિમા વિસ્તર્યો. અનેક લેકે એમને ઉપદેશ સાંભળીને જેન થયા.
પટ્ટાવલીમાં જણાવ્યું છે કે લેલાડા ગામના મુખ્ય દ્વારા પાસેના એક મોટા બિલ્ડમાં તેર હાથ પરિમાણને લાબે ભયંકર અજગર વસતે હતે. તેણે અનેક જીની હત્યા કરેલી. તેનાથી ઉદ્વિગ્ન પામેલા ગામના લોકોની વિનંતી સાંભળીને મેરૂતુંગસૂરિએ શ્રી જરિકાપલી પાર્શ્વનાથ પ્રભુના તેત્ર વડે એ અજગરનો ઉપસર્ગ દૂર કર્યો. ચરિત્રનાયક શ્રી પાર્શ્વપ્રભુના અનન્ય ભક્ત હોઈને એમના ચમત્કાર-પ્રસંગોમાં સર્પના પ્રસંગેની બહલતા ખાસ ધ્યાનાકર્ષક છે.
- રાસકર્તા ચરિત્રનાયકના ચમત્કારિક જીવન પ્રસંગ વર્ણન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com