________________
અનેક પતિ પ્રતિબોધક વતાં કહે છે કે એક વાર સૂરિ આબૂનાં જિનાલયના દર્શન કરીને પાછા ફરતા હતા એ વખતે સંધ્યાકાળ થઈ ગયે. અંધકારમાં માર્ગ ભૂલી જવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયેલા. આ પરિસ્થિતિમાં વીજળીની જેમ ચમકાર કરતા દેવે પ્રકટ થઈને તેમને માર્ગ દેખાડેલ.
એક વાર પાટણની નિકટ તેઓ પરિવાર સહિત વિચરતા હતા. એવામાં મારફાડ કરતી વિશાળ યવનસેને તેમને માર્ગમાં મળી. મુસલમાનોએ બળજબરીપૂર્વક શ્રમણોનાં બધા ઉપકરેણ કબજે કર્યા. આચાર્ય તરત જ યવનરાજ પાસે પહોંચ્યા. એમની તેજસ્વી પ્રતિભાથી ચમત્કૃત થઈને યવનરાજના હૃદયનું પરિવર્તન થયું. પછી તો તેને પસ્તા થયો. એજ ક્ષણે બધા શ્રમણોને મુક્ત કરવાને તેણે હુકમ કર્યો. આ પ્રસંગમાં પણ રાસકારે યવનરાજનું નામ નથી આપ્યું. તે કોઈ મુસલમાન રાજવી હશે એ સ્પષ્ટ છે.
એક વાર આચાર્ય ખંભાતમાં બિરાજતા હતા. એ અરસામાં ગુજરાત પર મેગલેના આક્રમણને ભય તોળાતો હતે. મુસલમાનોના ત્રાસના ભયથી આખું ખંભાત શહેર લેકની નાસભાગને લીધે સૂનું થઈ ગયું, કિન્તુ મેરૂતુંગસૂરિ નિભીંત થઈને ત્યાં જ સ્થિર થઈને રહ્યા. ચરિત્રનાયકની નિર્ભયતાને આ પ્રસંગ એમના પ્રત્યે માનની લાગણી પેદા કરે એ ઉદાત્ત છે. એમના રાજસ્થાનના વિહાર દરમિયાન પણ બીજે એ જ પ્રસંગ બન્યો. ચરિત્રનાયક એક વખત બાહડમેરમાં બિરાજતા હતા. તે વખતે નગર પર દુશ્મનો ચઢી આવ્યા. નગરજને ભયભીત થઈ નાસભાગ કરવા લાગ્યા. પરંતુ આચાર્ય ડર પામ્યા વિના ત્યાં જ રહ્યા. તેમના ધ્યાન-બળના પ્રભાવથી સર્વ શત્રુઓ ત્યાંથી ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com