________________
શ્રી મેરૂતુંગસૂરિ
પાલે તે પ્રસંગે નંદિ–મહોત્સવ કર્યો અને દાનાદિમાં પ્રચુર દ્રવ્ય ખરચ્યું.
તદનંતર મેરૂતુંગસૂરિ દેશ-વિદેશમાં અપ્રતિહત વિચરીને ઉપદેશ દ્વારા અસંખ્ય ભવ્ય જીવોને તેમ જ અનેક નરેન્દ્રોને પ્રતિબંધ આપવા લાગ્યા, જે અંગે પ્રમાણુ-ગ્રન્થમાંથી શૃંખલાબંધ માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રાચીન ગ્રન્થકારેએ તેમને પ્રભાવક આચાર્ય, સમર્થ પટ્ટધર, મહાન ગ્રન્થકાર તરીકે જ નહિ કિન્તુ સમર્થ મંત્રવાદી તરીકે પણ ઓળખાવ્યા છે. ઉપલબ્ધ પ્રમાણે દ્વારા એમની જવલંત કારકિદીનું દર્શન કરવું અહીં પ્રસ્તુત છે.
ચરિત્રનાયકે આસાઉલી નગરમાં યવનરાજને પ્રતિબંધ આપીને તેને અહિંસાને મર્મ સમજાવ્યું હતું. રાસકત્તોએ યવનરાજનું નામ નથી આપ્યું પરંતુ તે મુસલમાન રાજવી હતો એ તો સ્પષ્ટ છે. મુસલમાન રાજવીને પ્રતિબંધ આપનારા આચાર્યોમાં મેરૂતુંગસૂરિ અંચલગચ્છમાં સૌ પ્રથમ છે. રાસકાર જણાવે છે કે “આ વાત કહેતાં પખવાડિયું કે મહિનો લાગે એટલી મોટી છે!” આ વર્ણન પરથી સૂચિત થાય છે કે ઉક્ત યવનરાજ સાથે મેરૂતુંગસૂરિને સંપર્ક સવિશેષ રહ્યો હશે. ચરિત્રનાયકના જીવનને આ મહત્વને પ્રસંગ હતે. મુસલમાનોએ મંદિરે અને મૂર્તિઓના વિધ્વંશક તરીકે બધે હાહાકાર મચાવેલ. રાજ્યશાસન એમના હાથમાં સરી જતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ. મુસલમાન રાજ્યશાસકે પર આધ્યાત્મિક પ્રભાવ વર્તાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હોઈને આવા પ્રસંગો આ દષ્ટિએ ઘણાં જ મહત્ત્વના છે. મુસલમાન રાજશાસનમાં જૈન-ધર્મને રાજ્યાશ્રય અપાવવાની પહેલ મેરૂતુંગસૂરિએ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com