________________
ર ]
અનેક નૃપતિ પ્રતિબંધક
નાયક આદિ વિભૂતિઓને જન્મ આપીને આ વંશે પિતાનું સ્થાન ઉન્નત રાખ્યું છે.
મેરૂતુંગસૂરિ–રાસમાં એમના વંશ વિશે વિશેષમાં જણુંવવામાં આવ્યું છે કે વેરા વાચાગર અને વિજયસિંહ એમ બે બંધુઓ હતા. તેમણે સિદ્ધાન્તાથ શ્રવણ કરીને વિવિપક્ષ ગ૭ને સ્વીકાર કરે. વિજયસિંહના પુત્ર વિયરસિહ જેમને પ્રાગ્વાટ વંશ-શૃંગાર, વિચક્ષણ વ્યવસાયી, મહાન દાની અને ધર્મિષ્ટ કહેવામાં આવ્યો છે. રાસકાર જણાવે છે કે માતા નાલદેવીએ સ્વપ્નમાં સહસ્ત્ર કિરણોધારી સૂર્યને પિતાના મુખમાં પ્રવેશ કરતો જોયેલે. ચક્રેશ્વરીદેવીએ તત્કાલ આવીને એ સ્વપ્નનું ફળ સમજાવ્યું અને કહ્યું કે-“મુક્તિ માર્ગ– પ્રકાશક, જ્ઞાનકિરણયુક્ત સૂર્યના જે પ્રતાપી પુત્ર આપની કુક્ષિમાં અવતરશે. જે સંયમ માર્ગ ગ્રહણ કરીને યુગપ્રધાન
ગીશ્વર થશે.” પ્રભાવક આચાર્યોને જન્મ પ્રસંગે સંબંધમાં આવી અનેક ચમત્કારિક વાતે પ્રાચીન ગ્રન્થકારે વિસ્તારથી વર્ણવતા હોય છે.
વિ. સં. ૧૪૧૦ માં તેમણે નાણી ગામમાં મહેન્દ્રપ્રભસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનું મેરૂતુંગમુનિ એવું નાભાભિકરણ પ્રાપ્ત થયું. એ વખતે તેમની ઉંમર માત્ર સાતેક વર્ષની હતી. નવદિત મુનિએ વિદ્યાવ્યાસંગમાં ભારે સફળતા પ્રાપ્ત કરી. તેઓ બુદ્ધિ વિચક્ષણતાથી વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ, આદિ સમસ્ત વિદ્યાઓના પારગામી થયા. તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા, તેમ જ અમૃત જેવી મધુર વાણીમાં સુંદર વ્યાખ્યાન દેતા હતા. અંચલગચ્છાધિપતિ મહેન્દ્રપ્રભસૂરિએ એમને ચગ્ય જાણીને વિ. સં. ૧૪૨૬ માં
અણહિલપુર પાટણમાં સૂરિપદે અલંકૃત કર્યા. સંઘપતિ નરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com