________________
અનેક નૃપતિ-પ્રતિબોધક
શ્રી મેતુંગસૂરિ
મેરૂતુંગ વ્યાકરણ-પ્રણેતા, “જૈન પંચ મહાકાવ્યક્ત “મહિમા નિધિ” ઈત્યાદિ ગૌરવપ્રદ બિરુદેથી પટ્ટાવલીકારે દ્વારા વિભૂષિત થયેલા મેરૂતુંગસૂરિ અનેક નૃપતિ–પ્રતિબંધક તરીકે જૈન-ઇતિહાસમાં ચિરસ્થાયિ કીર્તિ પામ્યા છે. એમને નૃપતિ–પ્રતિબધ જૈન-ઇતિહાસમાં આગવું પ્રકરણ ઉમેરે એ મહત્વપૂર્ણ તેમ જ વૈવિદ્યપૂર્ણ છે. પૂર્વાચાર્યોએ હિન્દુ રાજવી એની રાજસભાઓમાં પિતાને પ્રભાવ વર્તાવ્યું હતું એ તે સુવિદિત છે. એ પછી રાજ્યતંત્ર મુસલમાન રાજવીઓના હાથમાં સરી ગયું. આથી બદલાયેલી પરિસ્થિતિમાં મેરૂતુંગસૂરિએ મુસલમાન રાજ્ય-શાસકે પર પિતાને પ્રભાવ વર્તા વવાની પહેલ કરી. એમનું આ પ્રદાન કદિ ભૂલાય એમ નથી.
વિ. સં. ૧૪૦૩ માં મરુમંડલ અંતર્ગત નાણનગરમાં એમને જન્મ થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ વસ્તિગકુમાર હતું. પિતા પ્રાગ્વાટ વંશીય વેરા ગેત્રીય વયરસિંહ. માતા નાલદેવી.
પ્રાગ્વાટ વંશે જૈન–શાસનને પ્રખર રાજનીતિ તેમ જ કાર્યદક્ષ મંત્રીવની અનેક અમૂલ્ય ભેટ ધરી છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ, ચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com