________________
૧૬ ]
કવિ-ચકવતિ નીવડે છે. પ્રસ્તાવનું વૈચિત્ર્ય અને રસની મિલાવટને પિષે છે, અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે ગુજરાતી કૃતિને રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતોષે એવું રૂપ આપ્યું છે.જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હેત તે જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લેકમાં મેળવી હોત.”
જયશેખરસૂરિ વિશે છેલ્લામાં છેલ્લે ઉલ્લેખ વિ. સં. ૧૪૯૩ની ઉક્ત ધાતુમૂર્તિના લેખમાં છે. એ પછી પણ કવિ જીવ્યા હશે. વિક્રમના ૧૫ મા સૈકાના પ્રારંભમાં જન્મેલા કવિનો દેહવિલય એ સૈકાના અંતમાં થયે હશે એમ અનુમાન કરી શકાય છે. કવિ સિંધ, માળવા, ગુજરાત, સોરઠ, મરૂમંડલ વગેરે પ્રદેશમાં વિચર્યા હતા એમ ફાગકર્તા વર્ણવે છેઃ સિંધુ સવાલાખ માલવઈએ, ગૂજરાત વિચારે સેરઠ મંડલિ મરુ પમુહ દેસાઈ, પ્રભુ કરઈ વિહાર.
કવિ પિતાની પાછળ સાહિત્યને મેટો વારસે આપણે માટે મૂક્તા ગયા છે, જેને માટે અંચલગચ્છ કે જેનસંઘ જ નહિ, કિન્તુ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે એમ છે. જની ગૂજરાતી ભાષાના તેઓ અગ્રયાયી કવિ મનાયા છે. આપણી જૂની ભાષાના મૂર્ધન્ય કવિ તરીકે પણ જયશેખરસૂરિને ઓળખાવી શકાય. ગરવી ગૂર્જરગિરાનું આવું અણમોલ રત્ન આપણને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
– શાસ્તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com