________________
જ્ઞાતિ–શિરેમણિ મજૂરોને પાણી પાવાની કામગીરીની સાથે તેઓ બંદરના ભેમિયા થતા ગયા. ઓળખાણ-પિછાણ વધી. વેપારની ખૂબીઓ સમજાણી. નવું સાહસ કરવા તેઓ કૃતનિશ્ચયી તે હતા જ. એમની પ્રમાણિકતાની છાપ પણ બધે ફેલાઈ. એટલે
ડું મુકાદમીનું કામ મળ્યું. વળી એમની પ્રમાણિકતાની સાથે પુણ્યાઈની વાત પણ બધે ફેલાઈ કે તેઓ જ્યાં બેસે છે ત્યાં લાભ થાય છે, એટલે લેકો તેમને બોલાવીને બેસાડતા.
એ વખતે બારભાયા જાણીતા વ્યાપારી હતા. ઠેઠ મલબાર સાથે એમને વેપાર ચાલ. નરસીશા આવી પ્રખ્યાત પેઢીના મુકાદમ પણ થયા. હવે એમને ભાગ્ય-રવિ ઝળકવા લાગ્યો. આ મુકાદમીથી એમની મૂડી ઘણું વધી. હવે તેઓ નરસી શેઠ કહેવાયા. એમના જીવનમાં હવે પલટો આવ્યો.
વિ. સં. ૧૮૮૦ માં બારભાયાની પેઢી કાચી પડતાં તેમની કેટલીક મિલકત નરસી શેઠના હાથમાં આવી, જેમાં ટાંકીવાળ માળે, કાગદી ચાલ, જથ્થાવાળો માળે મુખ્ય છે. આ બધી મિલકત બારભાયાએ પોતાના બચાવ માટે એમના નામે કરી આપેલ. એ પછી તે મિલકત વધતી જ ચાલી.
એ પછી તેમણે ગોકલભાઈ સાકળચંદની પેઢી સાથે જોડાઈ આડતને વેપાર જમાવ્યો. વેરાવળના મેમણને મેટા ભાગને માલ તેમને ત્યાં આવવા લાગ્યા. આ ધંધામાં તેઓ પંજીપતિ બન્યા મુંબઈના નામાંકિત વેપારીઓમાં હવે એમની ગણના થવા લાગી.
એમની ચડતીથી પ્રેરાઈને અન્ય જ્ઞાતિબંધુઓ પણ મુંબઈ આવવા લલચાયા. મુંબઈમાં જેઓ આવેલા તેઓ અધિક આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યા. નરસી શેઠની
એથમાં જ્ઞાતિબંધુઓ અધિક સમૃદ્ધિ પ્રાપ્ત કરતા ગયા. હળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com