________________
[ ૭
માંથી તો તેને શાપર- શ થઇ આ રીતે પાવના
શેઠ નરસી નાથા ખેડુમાંથી હવે તેઓ વ્યાપાર-ખેડુઓ થયા. આ રીતે જ્ઞાતિના સર્વાગી ઉત્કર્ષને પાયે નરસી શેઠે નાખે.
નરસી શેઠે રૂના વ્યાપારના વિકાસ માટે પ્રશસ્ય સેવાઓ બજાવી હતી. એમના સમકાલિન શ્રેષ્ઠીવર્ય મેતીશાહે વહાણવટાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું હતું. મુંબઈમાં તે વખતની નામાંકિત વ્યક્તિઓ મુખ્ય મુખ્ય વ્યવસાયમાં શિરમેર હતી. નરસી શેઠની આગવી સેવાઓની યાદગીરીરૂપે કેરલાબાના રૂબજારમાં તેમના નામથી એક ભૂંગી રાખવામાં આવેલી હતી.
જ્યારે રૂને સદો થાય ત્યારે તેને નમૂને એ ભંગીમાં રાખવાનો રિવાજ એ સમયે હતું. વર્ષ આખરે એકત્રિત થયેલા રૂના નમૂનાઓ વેચતાં જે આવક થતી તે મુંબઈની પાંજરાપોળને આપી દેવામાં આવતી.
સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વ્યાપારના ખરા સુકાનીઓ માત્ર કચ્છીઓ જ છે. કારણકે જગતના વ્યાપારની જડ રૂ અને અનાજ છે; અને તે જ વ્યાપાર કચ્છીઓના હાથમાં છે. એમના આવા ઉદ્ગાર પરથી સમજી શકાશે કે કચ્છી શાહ સોદાગરેએ પોતાના સાહસબળે એ અરસામાં કેવું ઉન્નત સ્થાન પ્રાપ્ત કરેલું!
નરશી શેઠનાં લગ્ન નાની વયે કચ્છ-કુવાપધર ગામના તેજસી જેઠા મેતાનાં સુપુત્રી કુંવરબાઈ વેરે થયાં. કુંવરબાઈ સુશીલ સન્નારી હતાં. તેઓ પણ પિતાના પતિની જેમ અક્ષરજ્ઞાનથી વંચિત રહેલાં. પરંતુ ઘણાં જ વ્યવહારદક્ષ તેમ જ ઊંચા વિચારના હતાં. નરસી શેઠની હેરત પમાડે એવી આર્થિક પ્રગતિના પ્રેરક તેઓ બન્યાં. તેમના બંધુ ભારમલ તેજસીએ પાછળથી જ્ઞાતિ-શુભેચ્છક તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરી છે. નરસી શેઠની વ્યાપાર- સફળતાનું શ્રેય એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com