________________
જ્ઞાતિ-શિરોમણિ જાય છે. મૂળ તે ખેડૂત. નરસી શેઠે મુંબઈમાં સફળતા પ્રાપ્ત કરતાં તેમણે ભારમલ શેઠને પોતાની પાસે તેડાવી લીધેલા. તેમના સાળા ઉપરાંત તેમના કુટુંબી બંધુ વર્ધમાન નેણસીને નલિયાથી તથા ભાણેજ માડણ તેજસીને સાંધણથી મુંબઈ તેડાવી લેવામાં આવેલા. આ ત્રણે મહાનુભાવોએ મળીને નરસી શેઠના વ્યાપાર-કારોબારને સફળતાપૂર્વક ચલાવ્યું, તેને ખુબ જ વિકસાવ્ય, એટલું જ નહિ સમસ્ત કચ્છી પ્રજાની નામના બધે વિસ્તારી જ્ઞાતિનું સંગઠન સુદઢ કર્યું અને તેને પ્રગતિને પંથે વાળી. આ ત્રિપુટી કાર્યદક્ષ તથા પ્રતિભાસંપન્ન હતી. નરસી શેઠનું વ્યાપાર–સામ્રાજ્ય વિસ્તારવામાં એમને જ મુખ્ય હિસ્સો હતો અને એટલે જ શિલા-પ્રશસ્તિઓમાં એમને યંગ્ય રીતે મંત્રી કહેવામાં આવ્યા છે.
નરસી શેઠે પણ આ ત્રિપુટી પ્રત્યે અત્યંત પ્રેમભાવ રાખ્યો અને તેમને પિતાના નેકર તરીકે નહિ પરંતુ સાથીદાર તરીકે સમકક્ષ ગણીને સન્માન આપ્યું. ચરિત્રનાયકના ઉચ્ચ માનવીય ગુણેના દર્શને આવા સબંધોથી થઈ શકશે. જ્યારે આપણે શેઠના અંગત જીવન વિશે વિચારીએ ત્યારે આ ત્રિપુટીને ભૂલી શકીએ નહિ. બીજા શબ્દોમાં કહીએ તો આ ત્રિપુટી શેઠના અંગત જીવનના અવિભાજ્ય અંગરૂપે બની ગઈ હતી. ઉભય પક્ષે એ સ્નેહભાવ કે એકબીજા વિના ચાલે જ નહિ. આ પ્રતિભાસંપન્ન ત્રિપુટીએ પાછળથી એવી કારકિર્દી જમાવી કે તેઓ જ નરસી શેઠના કારોબારના કર્તાહર્તા બની ગયા. શેઠ બાહ્ય ચિત્રમાં ભાગ્યે જ દેખાતા. જ્ઞાતિ-કાર્યોમાં પણ નરસી શેઠ વતીથી તેઓ જ મોખરે રહે અને જ્ઞાતિનાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે.
આ ત્રિપુટીમાં શિરમોર ભારમલ તેજસી હતા. કચ્છી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com