________________
ચેરીવાળા જિનાલયના નિર્માતા ત્રીજો પુત્ર પણ થયે રાજસી શાહને યુવાન વયે સજલદે નામની ગુણવતી કન્યા સાથે પરણાવવામાં આવ્યા. સજલદેથી તેમને રામુ નામે પુત્ર થયે. રામુને એગ્ય વયે પરણાવવામાં આવેલે. તેની પહેલી પત્નીથી પુત્ર અને પુત્રી પ્રાપ્ત થયાં. રામુને દ્વિતીય ભાર્યા સરીઆઈથી માનસિંહ નામને પુત્ર થયે.
રાજસી શાહની દ્વિતીય પત્ની સરૂપદેથી લાંછા, પાંચી તથા ધરમી નામે ત્રણ પુત્રીઓ થઈ, જેમને મનરંગદે, મેહ
દે અને ચંદનબાલા તથા પ્રત્યેકને એક પુત્ર પ્રાપ્ત થયે. રાજસી શાહની તૃતીય પત્ની રાણદે મહા ઉદાર અને પતિત્રતા હતી. રાજસી શાહના નાના ભાઈ નેણસી શાહને મકરણ અને કર્મસી નામના દાનવીર પુત્ર-દ્વય થયા.
કવિ હર્ષસાગર કૃત રાસમાં તેજસી શાહે જામનગરમાં વિ. સં. ૧૯૨૪ માં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું તે વિશે ઉલ્લેખ છે. “અંચલગચ્છની મેટી પટ્ટાવલી”. વદ્ધમાન-પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્રમ .” તથા “કલ્યાણસાગરસૂરિ રાસ”માં તેજસી શાહનાં કાર્યો વિશે ઘણું ઘણું કહે વાયું છે. અલબત્ત, ઉક્ત ત્રણેય શંકિત ગ્રન્થ છે. છતાં તેની માહિતી ઘણીવાર ઉપયોગી બની રહે છે. તેમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૬૧૩ માં અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ વિહરતા જામનગરમાં પધારેલા ત્યારે તેજસી શાહે તેમને આડંબરપૂર્વક પ્રવેશોત્સવ કર્યો. શ્રેષ્ઠીના આગ્રહથી સૂરિ ત્યાં ચાતુર્માસ રહેલા. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેજસી શાહે જામનગરમાં જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો. બે લાખ મુદ્રિકાને ખર્ચ મનોહર જિનપ્રાસાદ તૈયાર થયો. વિ સં. ૧૯૨૪ માં તેમણે સૂરિની નિશ્રામાં પિષ શુદ ૮ ના દિને મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુ સમેત એકાવન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com