________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[પ પ્રતિષ્ઠા-મહત્સવ પ્રસંગે તેમણે પિતાની જ્ઞાતિના માણસને મિષ્ટાન્ન ભજન કરાવ્યું. તથા અંચલગચ્છીય શ્રમણનો આદર-સત્કાર કર્યો. આ શિખરબંધ જિનાલય જામનગરનું સૌથી પ્રાચીન દહેરાસર ગણાય છે.
વિ. સં. ૧૬૪૪ માં ધર્મમૂર્તિસૂરિ પાલિતાણામાં ચાતુ મસ બિરાજતા હતા. તે વખતે યાત્રાર્થે આવેલા તેજસી શાહે સૂરિને પછીનું ચાતુર્માસ જામનગરમાં કરવાની આગ્રહભરી વિનંતી કરી. એમની વિનંતીને માન આપીને સૂરિ એ પછી જામનગરમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસી શાહે શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢીને પાંચ લાખ મુદ્રિકાને ખર્ચ કર્યો.
એ અરસામાં મુસલમાન સૈન્ય જામનગર પર મોટો હલ્લો કર્યો અને શહેરમાં ભારે લૂટફાટ મચાવી. આ આક્રમણમાં તેજસી શાહે બંધાવેલું જિનાલય ખંડિત થયું. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિને મુસલમાનોએ તેડી પાડી. એમના અમાનુષી વર્તાવથી શહેરમાં નાશભાગ મચી ગઈ તેજસી શાહ કુટુંબ સહિત કચ્છના માંડવી બંદરમાં ચાલ્યા ગયા. ગાનુગ એ વખતે ધર્મમૂર્તિસૂરિ પણ માંડવીમાં જ બિરાજમાન હતા. તેજસી શાહે તેમને મુસલમાનોના આકમણની તથા જિનાલય ભંગની બધી વાત સજળનેત્રે કહી સંભળાવી. સૂરિએ તેમને ખંડિત જિનાલયનો ઉદ્ધાર કરવાને ઉપદેશ આપ્યો અને કહ્યું કે જે નિર્મિત છે તે મિથ્યા થઈ શકતું નથી. સૂરિએ સાંત્વન આપતાં તેજસી શાહનું દુઃખ દૂર થઈ ગયું. પછી તેઓ પોતાના પૂર્વજોના નિવાસ-સ્થાન રૂપ આરિખાણા ગામમાં છેડે વખત રહ્યા. મુસલમાન સૈન્ય જામનગરમાંથી ચાલ્યું ગયું એટલે પુનઃ તેઓ કચ્છથી જામનગરમાં આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com