________________
ચારીવાળા જિનાલયના નિર્માતા તેજસી શાહે પિતાના ખંડિત જિનાલયને ઉદ્ધાર કરાવ્યો. ધર્મમૂર્તિસૂરિને તેમણે આગ્રહપૂર્વક જામનગરમાં તેડાવ્યા. સૂરિના સૂચનથી સોરઠમાંથી શ્રી શાંતિનાથ પ્રભુની મનહર પ્રતિમા મંગાવીને તેને મૂલનાયક તરીકે સ્થાપવામાં આવી. વિ. સં. ૧૬૪૮ ના માગશર શુદિ ૪ ના દિને સૂરિના ઉપદેશથી ધૂમધામથી જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા થઈ. તે શુભ પ્રસંગે તેજસી શાહે સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ પછી શ્રેષ્ઠીવર્ય આ ફાની દુનિયા છોડી ગયા.
પટ્ટાવલીમાં જણાવાયું છે કે લાલન વાદ્ધમાન અને પદ્મસિંહ શાહના તૃતીય બાંધવ ચાંપશી શાહ રાજસી શાહના વેવાઈ થતા હતા. બન્ને વેવાઈઓ વચ્ચે ઘણે મનમેળ હતો. વિદ્ધમાન–પદ્મસિંહ શાહને અનુસરીને રાજસી શાહ અને ચાંપસી શાહ પણ આરિખાણાથી ભદ્રાવતીમાં વ્યાપારાર્થે વસ્યા અને સાથે મળીને વ્યાપાર જમાવ્યા. વિ. સં. ૧૬૫૦ માં ઉક્ત લાલન બંધુઓએ શ્રી શત્રુંજયને સંઘ કાઢે. તેમાં બન્ને વેવાઈઓએ સંઘ-વ્યવસ્થામાં મુખ્યપણે ભાગ ભજ. વેલે. લાલન બંધુઓએ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજયગિરિ ઉપર જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરતાં રાજસી શાહે પણ માગશર વદિ ૧૩ ના દિને ખાતમુહૂર્ત કર્યું. તીર્થ સંઘ જામનગરમાં વિસર્જિત થયે અને જામ જશવંતસિંહજીના અત્યાગ્રહથી સંઘપતિ બાંધાએ જામનગરમાં જ કાયમી વસવાટ કર્યો તેમને પાંચ હજાર ઓસવાળે અનુસર્યા રાજસી શાહ અને ચાંપસી શાહ પણ વિદ્ધમાનપદ્મસહ શાહને અનુસરીને વ્યાપારાર્થે જામનગર માં જ ઠરીઠામ થયા. અલબત્ત, પટ્ટાવલીનું આ વિધાન સંશેધનીય છે. આપણે અગાઉ જોયું તેમ રાજસી શાહ એ અગાઉ
જામનગરમાં જ હતા એમને જન્મ પણ ત્યાં જ થયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com