________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
પાછળથી શ્રી શત્રુંજયગિરિ ઉપરનાં ત્રણે જિનાલનું કામ પૂર્ણ થતાં વિ. સં. ૧૬૭૫ માં શ્રેષ્ઠી વિદ્ધમાન–પદ્મસિંહ શાહ તથા રાજસી શાહ મોટા આડંબરપૂર્વક પાલિતાણા પધારેલા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ગિરિરાજ ઉપરના ત્રણે જિનાલયેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાજસી શાહે
શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાને મૂળનાયકપદે સ્થાપી. તેમણે પિતાના જિનાલયમાં સર્વે મળીને દોઢ લાખ મુદ્રિકાઓને ખર્ચ કરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. | મેઘમુનિ કૃત રાજસી શાહ રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૯૬૦ માં ધર્મમૂર્તિસૂરિ જામનગરમાં પધાર્યા. શ્રાવકસમુદાયની સાથે જામનરેશ્વર પણ વંદનાથે પધાર્યા. સૂરિએ ધર્મોપદેશ દેતાં ભરત ચક્રવર્તિએ શ્રી શત્રુંજયને સંઘ કાઢીને પ્રાપ્ત કરેલા સંઘપતિ–પદ વિશે વિસ્તારથી વર્ણન કર્યું. રાજસી શાહે એવા સંઘ કાઢવાની ઈચ્છા પ્રકટ કરી. વિ. સં. ૧૬૬૫ માં લઘુભ્રાતા નેણસી તથા તેમના પુત્રે મા, કર્મસી, વડીલબંધુ ચાંપસી શાહના પુત્રો નેતા, ધારા, સુલજી તેમજ પુત્ર રામુ આદિ પરિવાર સાથે રાજસી શાહે સંધ સહિત પ્રયાણ કર્યું. સંઘનાયક વદ્ધમાન તથા પદ્મસિંહ શાહ પણ સંઘમાં ઉપસ્થિત હતા હાલાર, સિંધ, મેરઠ, કચ્છ, મરૂધર, માલવા, આગરા તથા ગુજરાતના યાત્રિકગણ સાથે ચાલ્યા. હાથી, ઘોડા, ઊંટ, રથ, સૈજવા પર સવાર થઈને તથા કેટલાક યાત્રિકો પગે ચાલતા હતા મર્ગમાં ગળે દ્વારા જિનગુણ-સ્તવના કર્તા તથા ભાટો દ્વારા બિરુદાવલી ગાતે સંઘ શ્રી શત્રુંજયની તળેટીમાં આવી પહોંચે. સેનાનાં ફૂલ, મેતી તથા રત્નોથી ગિરિરાજને વધાવવામાં આવ્યું. તીર્થનાયક શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરી સૌ ધન્ય થયાં. રાયણ–વૃક્ષને નીચે રાજસી શાહને સંઘપતિનું તિલક કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com