________________
ચોરીવાળા જિનાલયના નિર્માતા આવ્યું. સંઘવી રાજસી શાહે પાલિતાણામાં સ્વામીવાત્સલ્ય, લહાણ આદિ ધર્મકાર્યોમાં પ્રચુર ધનરાશિ વ્યય કર્યો. તીર્થ યાત્રા કરી સંઘ સહિત તેઓ સકુશળ જામનગરમાં પધાર્યા,
શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાથી રાજસી શાહ અને નેણસી શાહના મને સફળ થયા. તેઓ ધર્મકાર્યોમાં વિશેષ અભિરુચિ દર્શાવતા થયા. દરેક સંવત્સરીનાં પારણાના દિવસે તેઓ સ્વામીવાત્સલ્ય કરતા અને શ્રીફળ, સુખડી આદિની પ્રભાવના કરતા. જામ નરેશ્વરને માન્ય એવા રાજસી શાહની પુણ્ય-કળા બીજના ચંદ્રની જેમ વિકસતી જતી હતી.
એકવાર એમના મનમાં વિચાર આવ્યું કે મહારાજા સંપ્રતિ, મંત્રીશ્વર વિમલ અને વસ્તુપાલ-તેજપાલ વગેરે મહાપુરૂષોએ ભવ્ય જિનાલયે નિર્માણ કરીને તીર્થો સ્થાપ્યાં અને પિતાની કીર્તિ પણ ચિર સ્થાયી કરી. જિનેશ્વરના શ્રીમુખથી આવાં કાર્યો દ્વારા મહાફળની નિષ્પત્તિ દર્શાવાઈ છે. માટે આવું કાર્ય માટે પણ કરવું જોઈએ. તેમણે પોતાના નાના ભાઈ નેણસી શાહ સાથે આ વિશે એકાંતમાં સલાહ કરી. કુટુંબીઓ સાથે પણ આ બાબતમાં વિચારણા કરી.
વિશાળ જિનાલય બંધાવવાનો વિચાર પાક થતાં રાજસી શાહના ઉમંગને પાર ન રહ્યો. તેના વડીલ બંધુ ચાંપસી શાહના પુત્ર મૂલા શાહે ખર્ચમાં કેટલેક હિસ્સો આપે. કવિ હર્ષસાગરજીના વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે રાજસી શાહે જેમની સાથે જિનાલય વિશે વિચાર-વિમર્શ કર્યો તેમાં ક્યાંયે તેમના વડીલ બંધુ ચાંપસી શાહનું નામ આવતું નથી, પણ તેમના ત્રણેય પુત્રનું નામ આવે છે
એટલું જ નહિ ચાંપસી શાહના પુત્ર મૂલાએ જિનાલયના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com