________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
T ૯
ખર્ચમાં કેટલોક હિસ્સ પણ આપે હતે. એટલે એ વખતે ચાંપસી શાહ વિદ્યમાન નહિ હોય.
કુટુંબીજનો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાજસી શાહ, નેણસી શાહ, રાજસી શહના પુત્ર રામુ તથા ચાંપસી શાહના પુત્ર મૂલા, એ ચારે જણાએ જામ જસવંતસિંહજી પાસે જઈને આજ્ઞા માગી કે અમને નલિની વિમાન જેવું, જિના લય નિર્માણ કરવાની આજ્ઞા આપો. રાજા એમની વિનંતીથી ઘણે પ્રસન્ન થયે. રાજસી શાહને તેમણે ઉત્તમ ભૂમિ પસંદ કરવાનું કહ્યું. રાજાજ્ઞા પ્રાપ્ત કરી ચારે જણ સાનંદ ઘેર આવ્યા અને જિનાલય નિર્માણ કરવાની તૈયારી આરંભી. ગજધર જશવંત મેઘાને સૂત્રધાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. સૂત્રધારે ગ્ય ભૂમિની ગવેષણ કરી. ઉત્તમ સ્થાન જોઈને જિનાલયને પાયો નાખવામાં આવ્યું કચ્છથી કુશળ કારીગરોને તેડાવવામાં આવ્યા. વાસ્તુવિદોને લાવીને સમગ્ર જિનાલયને નકશે તૈયાર કરવામાં આવ્યો - જિનાલયના ખાતમુહૂર્તની મિતિ વિશે બને રાસમાં મતભેદ છે. મેઘમુનિ કૃત રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૬૬૮ ના વૈશાખ સુદ ૩, અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે જિનાલયનું ખાતમુહૂર્ત થયું હર્ષસાગર કૃત રાસમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૬૭૨ માં જિનાલયના મંડાણને પ્રારંભ થયો. શુભ મહિનામાં, શુભ વેળાએ અષ્ટમીના રોજ વાસ્તુક મેઘાએ
૯ ગજ લાંબા અને ૩૫ ગજ પહોળા વિશાલ જિનાલયને પાયો નાખ્યો.
મેઘમુનિ વર્ણવે છે કે બીજે જ વર્ષે એ જ દિવસે વિ. સં. ૧૬૬૯ ના અક્ષયતૃતીયાના શુભ દિને શુભ મુહૂર્તમાં સમગ્ર નગરને રાજસી શાહે ભેજનાથે નિમંચ્યું. લાડુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com