________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
સાહેબે તેમને રહેવા માટે ઉત્તમ સ્થાન પણ આપ્યું. વિ. સં. ૧૫૯૬ માં તેઓએ જામનગરમાં આવીને કાયમી વસવાટ કરી દીધે.
ભેજ શાહ પુણ્યવાન અને દાતા હોવાથી એમનું નામ સાર્થક હતું. તેમને ભેજલદે નામની પત્ની હતી. તેમના પાંચ પુત્રે આ પ્રમાણે થયાઃ ખેતસી, જેતસી, તેજસી, જગસી અને રતનસી. વિ. સં. ૧૬૩૧-૩૨ માં દ્વિવર્ષ દુષ્કાળ પડેલા ત્યારે જેતસીએ અન્નસ શરૂ કરીને દુષ્કાળ–પીડિતને ઉગારેલા. આવા ભીષણ દુષ્કાળમાં લોકો જ્યારે અનાજ માટે ટળવળતા હતા, ત્યારે જેતસી શાહે સૌને અન્ન પૂરું પાડીને ભારે નામના પ્રાપ્ત કરેલી. કવિઓએ તેમની બિરુદાવલી ગાયેલી.
ભેજા શાહના તૃતીય પુત્ર તેજસી ઘણું પુણ્યવાન, સુંદર અને તેજસ્વી હતા. તેમને બે પત્નીઓ હતી. પ્રથમ પત્ની. તેજલદેથી ચાંપસી થયા, જેમની પત્ની ચાંપલદેથી નેતા, ધારા અને મૂલા નામે ત્રણ પુત્રે થયા. દ્વિતીય પત્ની વઈજલદે ઘણી ગુણવતી, ધર્મિષ્ઠા અને પતિપરાયણ હતી. તેની કુક્ષિથી વિ. સં. ૧૬૨૪ ના માગશર વદિ ૧૧ ના શુભ દિને લક્ષણયુક્ત પુત્રરત્ન અવતર્યો. જ્યોતિષીઓએ જન્મ-લગ્ન જોઈને ભવિવ્યવાણી ઉચ્ચારી કે આ બાળક જગતને પ્રતિપાલક થશે એનું રાજસી નામ રાખવામાં આવ્યું. - રાજસી ઘણો પ્રતિભાશાળી હતો. દિન-પ્રતિદિન તે વૃદ્ધિ પામવા લાગે. યોગ્ય ઉંમરે તેને પિશાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. બાળક રાજસી ત્યાં માતૃકાક્ષર, ચાણક્યનીતિ, નામા–લેખા વગેરે શીખ્યા. પિશાળમાં રહીને તેણે ધર્મશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો.
તેજસી શાહને રાજસીના જન્મ બાદ નેણસી નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com