________________
૧૦ ]
અનેક નૃપતિ પ્રતિબોધક ગુરુએ તે વાત શ્રાવકોને કહી. ખંભાતના સંઘે ખેપીઆ દ્વારા આ સંદેશે દિલ્હી પહોંચાડ્યો. ઉપાધ્યાયજીએ રાવણ પાર્શ્વનાથજીની યાત્રા નિમિત્તે ત્યાંના શ્રાવકોને સાથે લીધા. આ રીતે અનેકની જિંદગી બચી જવા પામી.
પટ્ટાવલી આદિ સાહિત્યમાંથી ઉલ્લેખ મળે છે કે ગણનાયક મેરૂતુંગસૂરિએ અષ્ટાંગયેગ, સર્વ વિદ્યાઓ સમક્ પ્રકારે જાણ્યાં હતાં. અને સદૈવ પદ્માવતી અને ચક્કસરીદેવીએ એમનું સાંનિધ્ય કરતી હતી. તેઓ શ્રી જીરાપલ્લી પાશ્વ. નાથ પ્રભુના યક્ષના કૃપાપાત્ર બન્યા હતા.
એ અરસામાં શ્રી અરિકા પલ્લી તીર્થને મહિમા અપૂર્વ હતેા. મેરુ તુંગસૂરિએ સજેલા ચમત્કારે તેમણે રચેલા જીરિકાપલ્લી સ્તોત્રના પ્રભાવના ફળસ્વરૂપે હતા. શ્રી જીરિકાપલ્લી પાર્શ્વ પ્રભુ પરની તેમની અપૂર્વ આસ્થા ઇતિહાસ–પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વ પ્રભુનું ધ્યાન ધરીને એમણે સર્વ સિદ્ધિઓ મેળવી હતી. સંઘનું રક્ષણ કરવા તેઓ કેટલા પ્રભાવશાળી અને શક્તિસંપન્ન હતા તેનું તેમના જીવનના પ્રત્યેક ચમત્કારે દ્વારા ગર્ભિત સૂચન મળે છે.
એક વખતે સૂરિએ ક્ષીણ જધા–બળવાળા થતા જીરાપલ્લી તીર્થ તરફ ચાલેલા સંઘ સાથેના કેઈ સુશ્રાવકની સાથે ભગવંતની મહિમા-સ્તુતિરૂપ ત્રણ લોકો પત્રિકામાં લખીને મોકલ્યા હતા. અને શ્રાવકને કહ્યું હતું કે ભગવંતની આગળ આ અમારી પ્રણતિરૂપ પત્રિકા મૂકવી. ત્યાર પછી સંઘ સાથે એ શ્રાવક ત્યાં ગયો. અને તેણે ભગવંતની આગળ એ પત્રિકા મૂકી તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રી સંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે સાત ગુટિકાઓ આપી અને કહ્યું કે તે
ગુટિકાઓ ગુરુને આપવી. તે પ્રમાણે શ્રાવકે કર્યું. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com