________________
શ્રી આર્ય રક્ષિતરિ ચને વર્ણવતાં કહે છે કે બરાબર એ જ વખતે ત્રણ વખત આકાશ–વાણી થઈ કે આ વિધિમાગ સિદ્ધાન્તાક્ત, શાસ્ત્રોક્ત અને સર્વોક્ત હેવાથી તેમાં કોઈએ લેશમાત્ર પણ સંદેહ ન કરો !
માનવમહેરામણના જયઘોષ સાથે આ રીતે વિ. સં. ૧૧૬૯ માં વિધિપાગચ્છની પ્રકટરૂપે સ્થાપના થઈ. આર્ય. રક્ષિતસૂરિ આ ગચ્છના પ્રસ્તતા અને પ્રવર્તાક બન્યા. ચૈત્યવાસના અંધકારને દૂર કરનાર પ્રદીપ તરીકે આ અભિનવ ગચ્છ લોકહૈયામાં અપૂર્વ આદર પામ્યું. તેના ઉદયથી પૂર્ણિમાગછના પ્રમુખ આચાર્યો, જેમાં શીલગુણસૂરિ દેવભદ્રસૂરિ વગેરે મુખ્ય છે, તેઓ પોતાના શિષ્યો સહિત તેમાં સ્વેચ્છાએ જોડાયા. તેમને આ ગ૭ પૂર્ણિમાગછની સંશોધિત આવૃત્તિ જે લાગ્યા. શંખેશ્વરગ૨છ, નાણાવાલગચછ, ભિન્નમાલગચ્છ, વલ્લભીગચ્છ ઈત્યાદિએ પણ તેની સામાચારીને સ્વીકાર કર્યો. પૂર્ણિમાગચ્છ, સાર્ધ પૂર્ણિમાગચ્છ અને આગમગએ વિધિ પક્ષગચ્છની કેટલીક મહત્ત્વપૂર્ણ સામાચારીને પિતાની સ્વીકૃતિ આપી. આ રીતે આગમ–પ્રણીત સિદ્ધાંતોને જીવનમાં પરિણિત કરવાના માધ્યમ તરીકે વિધિપક્ષગચ્છે સર્વત્ર લેક–ચાહના પ્રાપ્ત કરી અને અનેક તેમાં હોંશે હોંશે જોડાયા.
આ ગચ્છની કેટલીક માન્યતાઓ વિશે જણાવવું પ્રસ્તુત છેઃ મુનિ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા ન કરે. દીપક, ફળ, બીજ તથા બલિપૂજા ન કરવી. તંડુલ કે પત્રપૂજા કરી શકાય, શ્રાવક વસ્ત્રાંચલથી ક્રિયા કરે. પૌષધ પર્વ દિને કરે. સામાયિક સવાર-સાંજ એમ બે ટાણે બે ઘડીનું કરે. ઉપધાનમાલારોપણ કરવાં નહિ. ત્રણ થાય કહેવી. મુનિને વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com