________________
૧૦ ]
અંચલગચ્છ-પ્રવર્તક એક ખમાસમણથી કરી શકાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંચવું. કલ્યાણક ન માનવા નત્થણમાં દીવે, તાણું, સરણ, ગઈ, પછઠ્ઠા ઈત્યાદિ પાઠો ન કહેવા. નવકારમંત્રમાં “હોઈ મંગલં” કહેવું. મારી પાખી પૂનમે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી, અને અભિવર્ધિત વર્ષમાં વીસમે દિવસે કરવી. અધિક માસ પષ કે આષાઢમાં જ થાય.
આર્ય રક્ષિતસૂરિના સમકાલીન ખરતરગચ્છીય જિનવદભસૂરિ પણ સમર્થ આચાર્ય થઈ ગયા. તેમણે પણ ચૈત્ય વાસીઓ સામે પ્રચંડ ઝુંબેશ ચલાવી હતી. તેમણે ચ ડિકાદેવીની સાધના કરી હતી. તેમની પરંપરામાં જિનદત્તસૂરિએ અજમેરમાં શ્રી પાર્શ્વનાથ-જિનાલયમાં શીતળા વગેરે દેવીએ સ્થાપી. વિધિ પક્ષગણે આવી સામાચારીનો ઉગ્ર વિરોધ કરેલ. આ પરથી દેવીઓ સંબંધમાં આ ગચ્છની માન્યતા કેવી હશે તેને સહેજે ખ્યાલ મળી રહેશે. આજે મૂળ પરંપરાનાં દર્શન થવા દુર્લભ છે.
ત્યવાસીઓના પ્રભાવને ભૂંસી નાખવાના ઉદ્દેશથી વર્તમાન ત્રણે ગો-ખરતરગચ્છ, અંચલગચ્છ અને તપાગચ્છનો ઉદય થયા હોઈને તેમની મુખ્ય માન્યતાઓ એક સરખી જ રહી. ખાસ કરીને તીર્થકરેએ પ્રરૂપેલા મૂળ સિદ્ધાન્ત કે નવતર, પંચાસ્તિકાય ઈત્યાદિ ત અંગેની તેમની માન્યતા સમાન રહી. મતભેદો માત્ર સામાચારી વિષયક જ હતા. સમય જતાં આ ભેદેએ એમના વચ્ચે કટુતાનાં બીજ રોપ્યાં પરિણામે તેમના પ્રાદુર્ભાવ કાળે જે ગચ્છ–ઐક્ય જોવા મળેલું તે કદિયે જોવા ન મળ્યું. નૂતન ગચ્છ-સૃષ્ટિની આ એક કમનસીબી ગણાવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com