________________
૮ ]
અંચલગચ્છ–પ્રવર્તાક તેની પ્રતિષ્ઠા કરાવી. આ ઐતિહાસિક પ્રસંગે મંદઉર, વડોદર, ખંભાત, નાહપા વગેરે સ્થાનના સંઘે પધારેલા. અંચલગચ્છની પૂર્વ સંધ્યાને એ પ્રસંગ હતો.
એ અરસામાં પ્રતિષ્ઠાઓ શ્રમણે દ્વારા થતી, કિન્તુ ચરિત્રનાયકે જેને સૂત્રેના અનેક આધારે ટાંકીને સમજાવ્યું કે એ સુવિહિત મુનિને આચાર નથી. તદુપરાંત તેમણે નવોદિત ગચ્છની ઉષણા કરીને સૌને તેની સામાચારીની સમજણ આપી. આ નદિત ગચ્છનું સંવિધાન આગમપ્રણીત સિદ્ધાન્તો ઉપર આધારિત હોઈને તે વિધિ પક્ષ એવા નામે બધે ખ્યાતિ પામ્યા. ચૈત્યવાસીઓના પ્રાબલ્યથી જૈન શાસનમાં અનેક અવિધિઓ પ્રવિષ્ટ થયેલી. તેને નિમૂળ કરીને ત્યાં વિધિમાર્ગના પ્રતિષ્ઠા કરવાના ધ્યેય સાથે આ ગચ્છનો આવિર્ભાવ થયો. તે વખતની આવશ્યક્તાની તે દ્વારા પૂતિ થઈ પરંતુ હમેશાં બનતું આવ્યું છે તેમ આ શુભ કાર્યને વિરોધ કરનારા વિદ્મસંતોષી પણ હોય જ ને ! અહીં પણ તેમણે દેખા દીધી.
વિધિપક્ષ ગરછની સામાચારી અનુસાર યશેધને જાતે જ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો કે તરત જ કેટલાકે ગરબડ મચાવી. ત્યાં ઉપસ્થિત રહેલા કેટલાક આચાર્યો, જેમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ દેવેન્દ્રસૂરિ, આશાપલ્લીગછના મલયચંદ્રસૂરિ, પીપલગચ્છના શાંતિસૂરિ વગેરે મુખ્ય હતા તેમણે પ્રશ્ન કર્યો કે–“આ નવું તૂત શું ઊભું કર્યું છે!” નૂતન પ્રણાલિકાને આ રીતે વિરોધ થતાં ત્યાં ઉપસ્થિત રહેલ વિશાળ ચતુર્વિધ સંઘ દ્વિધામાં પડી ગયો કે હવે શું થશે? પરંતુ ચરિત્રનાયકનો જ્વલંત વિજય થયે અને વિરોધીઓ ના હાથ હેઠા પડ્યા પટ્ટાવલીકારો આ વિજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com