________________
શતપદી” પ્રણેતા શ્રી ધર્મષસૂરિ
વાદી રૂપી હાથીઓ માટે સિંહ જેવા”, “વાદી કુંદકુંદાલ”, વાદી સિંહ શાર્દૂલ”, “શ્રુતસાગર”, “મહાકવિ”, ઈત્યાદી જેવા ગૌરવાન્વિત બિરૂદ ધરાવનાર તત્વચિંતક તથા દાર્શનિક આચાર્ય ધર્મઘોષસૂરિ “શતપદી” ગ્રન્થના રચયિતા તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં ચિર કીતિ પામ્યા છે. ગચ્છની વિચારધારા અને તેના સંવિધાનને શબ્દદેહ આપનાર આવા પ્રતિભાશાળી વિદ્યાપુરુષને અંચલગચ્છ કેમ ભૂલી શકે?
મારવાડ અંતર્ગત મહાવપુરમાં વિ. સં. ૧૨૦૮ માં તેમને જન્મ થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ધનદત્તકુમાર. પિતા શ્રીમાળી જ્ઞાતિના મુકુટમણિ શ્રેષ્ઠી શ્રીચંદ. માતા રાજલ. ગળથૂથીમાં જ ધનદત્તકુમારને ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા. આ સંસ્કારેએ જ એમને ત્યાગ–માર્ગે વાળ્યા.
વિ. સં. ૧૨૧૬ માં અંચલગચ્છાધિપતિ જયસિંહસૂરિએ રાજસ્થાનમાં ઉગ્ર વિહાર કરતા મહાવપુરનગરમાં પદાર્પણ કર્યું. આઠ વર્ષની કુમળી વયના ધનદત્તકુમારને સૂરિની વાણીએ હિની જગાડી. ત્યાગ–માર્ગના પથિક થવાની બાળકને અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com