________________
૨ |
શતપદી પ્રણેતા લાષા જાગી. એટલે પિતાનાં માતા-પિતાની અનુજ્ઞા મેળવીને તેણે સૂરિને સંગાથ લીધા. વિ. સં. ૧૨૧૬ માં હરિવર ગામમાં ગુરુએ તેને ઉત્સવપૂર્વક દીક્ષા આપીને તેમનું મુનિધર્મશેષ એવું નામાભિકરણ કર્યું.
રાજસ્થાને પ્રસંગોપાત વિરપુરુષે અને ત્યાગીઓની અમૂલ્ય ભેટ ધરી છે, જેને માટે મૈયા ભારતી ગૌરવ લઈ શકે એમ છે. અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ આ પ્રદેશની ભૂમિમાં પોષાયા હતા. એમના પ્રશિષ્ય ધર્મઘેષમુનિ પણ એ પ્રદેશની જ નીપજ હતા, જેમને માટે અંચલગચ્છ જ નહિ, સમગ્ર જૈન શાસન ગૌરવની લાગણી અનુભવે છે. આ બેઉ મહાપુરુષનું પ્રદાન ગચ્છ કે સંપ્રદાય પુરતું જ મર્યાદિત ન હતું. પશ્ચિમ ભારતની શૈક્ષણિક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિના તેઓ કેન્દ્ર-બિન્દુએ રહ્યા હતા.
વ્રત ગ્રહણ કર્યા પછી નવદિત મુનિએ અધ્યયન-ક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી. પિતાના ગુરૂની જેમ ચરિત્રનાયકે આગમના અધ્યયનમાં વિશેષ અભિરુચિ દર્શાવી. આર્ય રક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિ જેવા મહાપુરુષોની છત્રછાયામાં ઉછરવાનું વિરલ સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. ચરિત્રનાયકની પ્રતિભાના ઘડતરમાં ઉક્ત બેઉ મહાપુરુષેએ મુખ્ય ભાગ ભજબે, પરિણામે અંચલગચ્છને દિગજ વિદ્વાન પ્રાપ્ત થઈ શક્યો.
વિ. સં. ૧૨૩૪ માં ભદ્રોહરિ ગામમાં ગુરુએ તેમને ગ્ય જાણીને આચાર્યપદે વિભૂષિત કર્યા. આ એક જ પ્રસંગે જયસિંહસૂરિએ એકી સાથે વીશ શિષ્યને આચાર્યપદે પ્રસ્થાપિત કરેલા. અંચલગચ્છના ઇતિહાસમાં તેને શકવતિ ઘટના ગણાવી શકાય. ગચ્છને એકી સાથે વીશ આચાર્યો પ્રાપ્ત થયા
હોય એવો આ પહેલો અને છેલ્લે પ્રસંગ હતો. આર્ય રક્ષિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com