________________
કારકિર્દીની ગચ્છની છ સી.
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૩ સૂરિના સમયમાં ચારેક હજાર સાધુ-સાધ્વીઓ હતાં, ત્યારે આચાર્યોની સંખ્યા માત્ર બારની હતી. આ દષ્ટિએ તુલના કરતાં
સિંહસૂરિનો ત્યાગી પરિવાર પાંચ હજારથી પણ અધિક હશે એવી સંભાવના કરી શકાય. ખરેખર, અંચલગચ્છને ભાગ્યરવિ તે સમયે મધ્યાહુને તપતો હતે.
ચરિત્રનાયકની કારકિર્દીની મુખ્ય તેમ જ ઉજજવળ બાજુ તો એમની જ્ઞાન-પ્રવૃત્તિ જ હતી. ગચ્છના કર્ણધાર તરીકે પિતાના સમુદાયને સંગઠિત રાખવામાં તથા ગચ્છને સબળ નેતૃત્વ પૂરું પાડવામાં પણ તેઓ એટલા જ યશસ્વી રહ્યા. પ્રથમ એ વિષે સંક્ષિપ્ત પરિચય કરાવે અહીં પ્રસ્તુત છે.
ધર્મષસૂરિનું પ્રતિબંધક તરીકેનું સૌથી યાદગાર કાર્ય શાકંભરીના નૃપતિ પ્રથમરાજને જૈનધર્માનુયાયી બનાવ્યા તે છે. લગભગ પ્રત્યેક પ્રભાવક જેનાચાર્યોનાં જીવનવૃત્તોમાં નૃપતિ પ્રતિબંધનાં વર્ણનને ખૂબ ખૂબ મહત્વ અપાયું હોય છે. ઘણીવાર તો આવા વર્ણનને ચમત્કારિક રૂપ પણ અપાયું હોય છે. જેન ધર્મને રાજ્યાશ્રય અપાવવા માટે પૂર્વાચાર્યોએ અથાગ પરિશ્રમ કર્યો છે. ધર્મષસૂરિએ પણ આ સંબંધમાં જૈન તવારીખમાં એક સુવર્ણપૃષ્ટ ઉમેર્યું છે.
પ્રથમરાજનું નામ જુદી જુદી હાથપ્રતમાં ફેરફારવાળું મળે છે. પરંતુ તેમાં કહેવાયું છે કે મદ્યપાન અને શિકારને તે ઘણો જ રસિયો હતો. એમાં જ તે ચકચૂર રહેતું. પરંતુ ધર્મઘોષસૂરિના સમાગમમાં આવ્યા પછી રાજાની દૃષ્ટિમાં પરિવર્તન આવી ગયું. દિન-રાત નશામાં રપ રહે એ રાજા ચરિત્રનાયકને ઉપદેશ સાંભળીને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને પૂજતે થઈ ગયો. બધાં વ્યસન છોડીને તેણે જૈન ધર્મ સ્વીકારી લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com