________________
શતપદી પ્રણેતા પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે પિતાને સાચા માર્ગે વાળવા બદલ રાજાએ ધર્મઘોષસૂરિને એક હજાર સુવર્ણ–મુદ્રિકાએ ધરેલી, પરંતુ નિઃસ્પૃહી ગુરુએ તેને આદરપૂર્વક અસ્વીકાર કર્યો. રાજાએ પણ એ મુદ્રિકાએ પાછી ન રાખી. ગુરુને સમર્પિત વસ્તુ પાછી કેમ રાખી શકાય? આથી ચરિત્રનાયકના આચાર્યપદ મહોત્સવ પ્રસંગે રાજાએ એ મુદ્રિકાઓ ખરચી એવું પટ્ટાવલીમાં કહેવાયું છે. તેમાં રાજા વિશે ઠીક ઠીક માહિતી છે. પ્રથમરાજની રાણીનું નામ તેમાં ચાહલદેવી આપ્યું છે નૃપતિ–પ્રતિબંધને વૃત્તાંત ચમત્કારિક પ્રસંગમાં વર્ણવાયે છે. પટ્ટાવલીમાં લગભગ બધે આવું જ વર્ણન જોવા મળે છે. ધર્મઘોષસૂરિના ઉપદેશથી રાજાએ પોતાના નગરમાં ભવ્ય જિનાલય બંધાવ્યું અને તેની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ચરિત્રનાયકની તેણે ઘણું ભક્તિ કરી અને પોતાની પર્ષદામાં તેમને અપૂર્વ સત્કાર કર્યો. રાજા ક્યા વંશને હતો તે વિશે નિદેશ નથી, પરંતુ તે ચૌહાણ વંશનો હશે એમ અનુમાન કરી શકાય છે. આ પ્રસંગે રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ પણ એટલું જ મહત્ત્વ છે.
ધર્મઘોષસૂરિ નામ ધારક અનેક આચાર્યો થઈ ગયા છે. બોધિત શાકંભરી ભૂપઃ” એવા અન્ય ધર્મઘોષસૂરિ રાજગચ્છીય શીલભદ્રસૂરિના શિષ્ય હતા. શાકંભરીના નૃપતિઓ સાથેના જૈનાચાર્યોને સંપર્ક ઇતિહાસ–પ્રસિદ્ધ છે, તેમાં ચરિત્રનાયકે એક ઉજ્જવળ પૃષ્ટ ઉમેર્યું. અંચલગચ્છના આચાર્યું કેઈમેટા રાજવીને પ્રતિબંધ આપ્યું હોય એ આ સૌ પ્રથમ પ્રસંગ હોઈને તેની મહત્તા ગચ્છના ઇતિહાસમાં વિશેષ હોય એ સ્વાભાવિક છે. વિ. સં. ૧૨૩૪ માં એ પ્રસંગ બન્યું હોય તેવા નિદેશ મળે છે. પ્રાચીન પટ્ટાવલીકારોએ જૈનધર્મની તેમજ પિતાના ગચ્છની મહત્તા દર્શાવનારા પ્રસંગે ઉપરાંત થોડીક
રાજકીય તવારીખ તરફ પણ જે લક્ષ આપ્યું હોત તો ફારસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com