________________
શ્રી ધર્મઘોષસૂરિ ગ્રન્થકારેની જેમ ભારતના રાજકીય ઇતિહાસની તેઓ અમૂલ્ય સેવા બજાવી શક્યા હોત એટલું તે જણાવવું જ રહ્યું.
અંચલગચ્છ–પ્રવર્તક આર્યરક્ષિતસૂરિએ તથા તેમના પ્રભાવક પટ્ટશિષ્ય જયસિંહસૂરિએ નાના રાજવીઓ, ઠાકરે, આદિને પ્રતિબંધ આપેલે અને તેમને જેન ધર્મનુયાયી બનાવેલા. પરંતુ ધર્મઘોષસૂરિએ મહા રાજવી ગણાતા શાકંભરી–સાંભરદેશાધિપતિને પ્રતિબોધ આપનાર આચાર્ય તરીકે ઉચ્ચ માન પ્રાપ્ત કર્યું. તે દ્વારા તેમણે જૈન શાસનની તેમ જ અંચલગચ્છની શાન પણ વધારી.
એ ઉપરાંત ચરિત્રનાયકે બીજા પણ અનેક મહાનુભાવોને પ્રતિબંધ આપીને તેમને જેનધમ બનાવ્યા. તેની સંક્ષિપ્ત નોંધ પણ અહીં પ્રસ્તુત છે.
વિ. સં. ૧૨૪૬ માં ધર્મષસૂરિએ રાજસ્થાન અંતર્ગત ખીમલી નગરમાં ડોડિયા જ્ઞાતીય રજપૂત રાઉત બેહડીને પ્રતિબોધ આપીને જૈન ધર્મી બનાવ્યો. તેના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. તેના વંશજો બહુલ અથવા બલસખા એડકથી પ્રસિદ્ધ છે.
ધર્મઘોષસૂરિના ઉપદેશથી બહઠીએ ધર્મકાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધે અને ભારે નામના કાઢી. તેણે તીર્થસંઘ કાઢ્યો હેઈને તેને સંઘવી-પદ પ્રાપ્ત થયું. એ સમયના
ખ્યાતનામ શ્રાવકવર્યોમાં તેની ગણના થાય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રી–બાંધ વસ્તુપાલ અને તેજપાલે બેહડીની ઉચ્ચ સેવાઓના ઉપલક્ષમાં તેને “સંઘનરેન્દ્ર”નું ઉચ્ચ બિરુદ પ્રદાન કરેલું તે પરથી તેના અસાધારણ પ્રભાવને પરિચય મળી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com