________________
શતપદી પ્રણેતા વસ્તુપાલ-તેજપાલની રાજકીય કારકિદી તે અભૂતપૂર્વ છે જ, કિન્તુ તેમની સામાજિક તેમ જ ધાર્મિક કારકિદી પણ એવી જ ગૌરવયુક્ત છે મંત્રીવર્યોએ તીર્થસંઘે તેમ જ શાસન કાર્યોમાં સિમાસ્તંભે રચ્યા તેમનાં ભગિરથ કાર્યોમાં બેહડીએ પણ અગ્રભાગ ભજવ્યું હશે અને તેના ઉપલક્ષમાં જ તેને “સંઘનરેન્દ્ર”નું બિરુદ પ્રાપ્ત થયું હશે એવું અનુમાન કરી શકાય છે મંત્રીએ ૮૪ જ્ઞાતિઓને નિમંત્રણ આપીને એક મોટો સંઘ એકત્રિત કરેલ. આવા યાદગાર સંમેલનમાં જ બેહડીનું બહુમાન થયું હશે. આવા અગ્રયાયી જૈન સંઘપતિને જૈન બનાવવાનું શ્રેય પણ ધર્મષસૂરિને જાય છે.
ચરિત્રનાયકે ઉત્તર ભારતમાં વિહાર કરીને ત્યાં પણ જેન ધર્મને મહિમા ઘણે વિસ્તાર્યો. એમના ઉપદેશના પરિણામે ત્યાં અનેક ધર્મકાર્યો થયાં, અનેક જીવે પ્રતિબંધ પામ્યા.
પટ્ટાવવીકાર નોંધે છે કે ધર્મષસૂરિ વિહાર કરતા ગંગાનદી પાસેના મુક્તસરગઢ પધાર્યા. આ સ્થાને કરવત મૂકાવવાના મહત્ત્વના કેન્દ્ર તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી. તે કાળે લેકમાં એવી માન્યતા પ્રચલિત હતી કે જે કઈ ઈચ્છુક આ પવિત્ર સ્થળે કરવત મૂકાવીને જીવનને સ્વેચ્છાએ અંત આણે તે તેની આકાંક્ષા મુજબની સિદ્ધિ પુનર્જન્મમાં અવશ્ય થાય. આ ભ્રમણાથી ગેરમાર્ગે દોરાઈને હજારો શ્રદ્ધાળુઓની અહીં આહૂતિ અપાતી. કરવત મૂકાવવાના વિચારે એવું ઘેલું લગાડેલું કે લોકેની સંખ્યા પ્રતિદિન વધતી જ જતી હતી. ' ધર્મઘોષસૂરિને ત્યાંના નર–સંહારનાં દોએ ભારે આઘાત પહોંચાડ્યો. આવા દુષ્ટ વ્યવસાયમાં બ્રાહ્મણે પડ્યા હતા તેથી તેમને ભારેભાર આશ્ચર્ય થયું. અભીસિત પુનર્જીવનની ઘેલ
છામાં ઈહલેક અને ઈહજીવનનો છેદ ઉડાડી દેનારને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com