________________
૧૬ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક આપણે શક્તિમાન નથી. મૂળ ગ્રન્થ જે ઉપલબ્ધ બની શક્યા હેત તે ચરિત્રનાયકના જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાત.
પશ્ચિમ ભારતનાં બધાં જ મહત્ત્વનાં કેન્દ્રોમાં અપ્રતિહત વિચરીને ચરિત્રનાયકે અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિનું અવશિષ્ટ જીવનકાર્ય પૂર્ણ કર્યું. તેમણે અનેક નૃપતિઓને પ્રતિબોધ આપીને તેમને જૈનધર્મ તરફ વાળ્યા અને અમારિ પડહની ઉલ્લેષણાઓ કરાવી, અનેક જીને ધર્મબોધ પમાડ્યો. જૈન ધર્મનો મહિમા તેમણે સર્વત્ર વિસ્તાર્યો. અંચલગચ્છના સંગઠન માટે તે તેમને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. આર્યશિક્ષિતસૂરિએ જે આદર્શો અને વિચારોને પાયે નાખે હતો તેના ઉપર ચરિત્રનાયકે ભવ્ય ઈમારત ઊભી કરી. જયસિંહસૂરિની અનેકવિધ કારકિદીએ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ઉજજવળ પૃષ્ટ ઉમેર્યું છે. એમના પ્રકૃષ્ટ ચારિ. વ્યને પ્રભાવ ન માત્ર એમના અનુયાયીઓ પુરતો મર્યાદિત રહ્યો, કિન્તુ બધા છે પણ એની અસરથી અપ્રભાવિત રહી ન શક્યા. આ પ્રભાવની અસર દૂરગામી રહી.
વિ. સં. ૧૨૫૮ માં આ મેઘાવી આચાર્યને બેણપનગરમાં ૮૦ વર્ષની ઉંમરે કાલધર્મ થયે ત્યારે અંચલગ છે જાણે પોતાનું શિરછત્ર ગુમાવી દીધું અને જૈન શાસને અડીખમ તંભ ગુમાવ્યો હોય એ ભાવ અનુભવ્યું. “લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક તરીકે જૈન ઇતિહાસમાં તો તેઓ ભૂલ્યા ભૂલાય તેમ નથી.
– બહુ —
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com