________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૫ આ જિનાલયને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૮૬ માં દેવગિરિ નગરના શ્રીમાળી શ્રેણી ધર્મદાસે કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી કરાવ્યો. શ્રી અબુદજીની પ્રતિમા શ્રી શત્રુંજય તીર્થમાં સૌથી મોટી ગણાય છે. તેની પ્રક્ષાલ-પૂજા વર્ષમાં એક વખત એટલે કે ફગણ વદ ૮ ના દિને જ થાય છે. આ તીર્થમાં આવતા યાત્રિકે આ વિરાટકાય પ્રતિમા પાસે ઉચ્ચ સ્વરે કહે છે કે “અબુદજી, યાત્રા સફળ?” એટલે સામેથી પ્રતિધ્વનિ સંભળાય છે કે “સફળ’, જે સાંભળીને યાત્રિકના મનમાં પ્રસન્નતા છવાય છે.
જયસિંહસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૧૭ માં કણેનીમાં શ્રેષ્ઠી જશરાજે ભવ્ય જિનાલય બંધાવ્યું અને તેની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. પટ્ટાવલીમાં પણ પ્રતિષ્ઠા સંબંધક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે.
પટ્ટાવલી અનુસાર ચરિત્રનાયકે આ પ્રમાણે ગ્રન્થ લખ્યાઃ કર્મગ્રન્થ બૃહદ્ ટીકા, કમ્મપયડી ટીકા, કર્મગ્રન્થ વિચાર ટિપ્પણ, કર્મવિપાકસૂત્ર, ઠાણુગ ટીકા, જૈન તકવાર્તિક, ન્યાયમંજરી ટિપણ. આમાંને એક પણ ગ્રન્થ હાલમાં ઉપલબ્ધ નથી. અન્ય ઉલ્લેખ અનુસાર જયસિંહસૂરિએ “યુગાદિદેવ ચરિત્ર” લખ્યું. આપની પુત્રી લક્ષ્મી તથા પુત્ર આંબડે તેને ભક્તિથી લખાવ્યું હતું. ઉક્ત ગ્રન્થ-સૂચિ પરથી ચરિત્રનાયકનું આગમ વિષયક જ્ઞાન કેટલું ગહન હશે તેની પ્રતીતિ થાય છે.
અંચલગચ્છની મોટી પટ્ટાવલી, જેનું ભાષાન્તર પણ પ્રકટ થયું છે તેની નોંધ પ્રમાણભૂત છે કે કેમ તે સ્પષ્ટતાથી કહી શકાતું નથી. તેમાં અનેક શંકિત બાબતે પણ છે. ગમે તેમ, ઉક્ત ગ્રન્થની સૂચિ એ પટ્ટાવલિને આધારે જ છે. ચરિત્ર
નાયકના ઉક્ત ગ્રન્થ અંગે આથી વિશેષ કશું જ જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com