________________
૧૪ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક ચરિત્રનાયકના પટ્ટકાળમાં અંચલગચ્છની વલ્લભી શાખામાં પુણ્યતિલકસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે પણ અનેકને પ્રતિપ્રબંધ આપીને જૈન ધર્માનુયાયી કર્યા. વિ. સં. ૧૨૨૧ માં બેણપમાં ડેડીઆ પરમાર વંશના શ૩ સેમિલને તેમણે પ્રતિબોધ આપે. સમિલ વહાણવટી હેવાથી તેના વંશજો વહાણ નેત્રથી બધે ઓળખાયા. વિ. સં. ૧૨૨૬ માં નગરપારકર નિવાસી ઉદયપાલ નામના ક્ષત્રિયને તેમણે પ્રતિ બોધ આપે, જેના વંશજો બેરીચા ગાત્રથી ઓળખાય છે. વિ. સં. ૧૨૪૪ માં હસ્તિતુંડના રાજા વણવીર ચૌહાણને પ્રતિબંધ આપીને તેમને જૈનધર્મી કર્યો. તેના વંશજે જાસલ ગેત્રથી ઓળખાય છે.
ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે કે જયસિંહસૂરિના સમયમાં અંચલગચ્છીય આચાર્ય રત્નપ્રભસૂરિએ નગરપારકર નિવાસી અજિતસિંહ પરમારને પ્રતિબોધીને જૈન કર્યો. અજિત સિંહ અફીણને માટે બંધાવ્યું હતો અને રાત-દિવસ અફીણ ઘૂંટતો તેથી કે તેને ઘૂટકે કહેતા. આથી તેના વંશને ઘૂટકા” પરથી ગુઢકા ગેત્રથી ઓળખાય છે. વિ. સં. ૧૨૨૮ માં અજિતસિંહે નગરપારકરમાં ભવ્ય જિનાલય બંધાવ્યું.
જયસિંહસૂરિએ અનેક પ્રદેશમાં ઉગ્ર વિહાર કરીને જેન ધર્મને મહિમા ઘણા વિસ્તાર્યો. તેમના ઉપદેશથી અનેક જિનાલો બંધાયાં, અનેક જિનબિંબની પ્રતિષ્ઠાઓ થઈ તેમાં શ્રી શત્રુંજયગિરિ ઉપર શ્રી અબુદ જિનાલયની પ્રતિષ્ઠા મુખ્ય છે. વિ. સં. ૧૨૪૯ માં ભિન્નમાલ પાસેના રત્નપુર નિવાસી, સહસગણું ગાંધી ગોત્રીય શ્રેષ્ઠી ગોવિંદશાહે જયસિંહસૂરિના ઉપદેશથી એ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. શ્રી
શત્રુંજયનો સંઘ કાઢીને ગોવિંદશાહે થાળીની લહાણી કરેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com