________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૩ પુત્ર ઝામરે ઝાલેરમાં એક લાખ સિત્તેર હજાર ટંક દ્રવ્ય ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા અનેક બંદીઓને છોડાવ્યા. ઝામરના પુત્ર દેઢિયાથી તેના વંશજે દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
વિ. સ. ૧૨૫૬ માં ચિત્તોડના રાઉત વીરદત્ત ચાવડાને જયસિંહસૂરિએ ઉપદેશ આપીને તેને જેન કર્યો. તેના વંશજો નીસર ગેત્રથી ઓળખાય છે. કહેવાય છે કે રાજા વરદત્ત નિ:સંતાન હતા. સૂરિના ઉપદેશથી તેણે ચકેશ્વરી દેવીનું આરાધન કરતાં તેને પુત્ર પ્રાપ્તિ થયેલી.
નલવરગઢના રાજા રણજીત રાઠોડને પણ એ પ્રમાણે જ પુત્રપ્રાપ્તિ થયેલી અને જયસિંહસૂરિના ઉપદેશથી તેણે પણ વિ. સં. ૧૨૫૭ માં જૈનધર્મ સ્વીકારેલ. સૂરિના ઉપદેશથી તેણે પિતાના રાજ્યમાં અમારિ પડહની ઉદ્ઘેષણ પણ કરાવેલી. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયા
વિ. સં. ૧૨૫૮ માં મારવાડ અંતર્ગત કોટડાના કેશવ રાઠેડે જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈને જૈન ધર્મનો સ્વીકાર કરેલો. તેના દત્તક પુત્ર છાજલ પરથી તેના વંશજો છાજેડ ગોત્રથી ઓળખાયા. એજ વર્ષમાં ચરિત્રનાયક કાલધર્મ પામ્યા હઈને તેમના જીવનમાં આ છેલ્લે જ પ્રસંગ ગણાય. ભટ્ટગ્રન્થને આધારે જયસિંહસૂરિ દ્વારા પ્રતિબંધિત રાજપુતેની વિગતવાર તવારીખ ઉપલબ્ધ થાય છે. જો કે તેમાં
ક્વચિત અતિશયોક્તિ ઉપરાંત કાલદોષ પણ જોવા મળે જ છે. પ્રસ્તુત પ્રતિબંધનું વર્ષ ચકકસાઈથી નોંધાયું હોય તે અવશ્ય કહી શકાય કે ચરિત્રનાયક જીવનના છેલ્લા શ્વાસ સુધી ધર્મોઘોતનાં કાર્યોમાં વ્યસ્ત રહેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com