________________
૧૨ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પંક્તિમાં મેળવ્યું. દાનેશ્વરી લાલણજીના વંશજોમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમાં નગરપારકરના જેસાજી પ્રમુખ છે. “જે જગદાતાર” એવું તેમનું બિરુદ હતું. જામનગરના વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ એ બેઉ સુવિખ્યાત બંધુઓ પણ આ ગેત્રના હતા.
| વિ. સં. ૧૨૩૧ માં ડીડુ જ્ઞાતિના ચૌધરી બિહારીદાસ જયસિંહસૂરિના ઉપદેશથી જેન થયા. તેના વંશજો એશવાળ જ્ઞાતિમાં સહસગણું ગાંધી ત્રથી ઓળખાયા. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિજીએ રત્નપુરના હમીરજીને પ્રતિબંધ આપીને જૈનધર્મી કરેલા. હમીરજીના પુત્ર સખતસંઘથી એમના ગેત્રનું નામ સહસગણુ ગાંધી પડેલું એ ભટ્ટગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે.
પુજવાડામાં રાઉત કટારમલ ચૌહાણ પાસે અઢળક ધન હતું. ત્યાંના રાણા ઉદયસિંહને પણ તેમણે લગ્ન પ્રસંગે જરૂરત પડતાં દ્રવ્ય સહાય કરેલી. વિ. સં. ૧૨૪૪ માં જયસિંહસૂરિને ધર્મોપદેશ સાંભળીને કટારમલ જૈન થયું. તેના વંશજે કટારિયા ગેત્રથી ઓળખાયા. કટારમલે સૂરિના ઉપદેશથી હસ્તિતુંડમાં શ્રી વિરપ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યું.
કોટડાને રાજસેન પરમાર પ્રખ્યાત લુટારે હતે. જયસિંહસૂરિની ધર્મદેશના સાંભળીને તેના જીવનમાં પરિવર્તન આવી ગયું. સૂરિના ઉપદેશથી રાજસેને લટ અને જીવહિંસાને ત્યાગ કરીને વિ. સં. ૧૨૪૪ માં જૈન ધર્મ સ્વીકાર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પિલડિયા ગેત્રથી ઓળખાય છે.
વિ. સં. ૧૨૫૫ માં જેસલમેરમાં દેવડ ચાવડાને પ્રતિબોધ આપીને જયસિંહસૂરિએ તેને જૈન કર્યો. અનેક ચાવડા રાજપૂતે પણ એ અરસામાં જૈન ધર્માનુયાયી થયા. દેવડના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com