________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૧ પડાઈઆ ગાત્રથી ઓળખાય છે. આ વંશમાં સમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તલાક ઈત્યાદિ અનેક પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે.
થરપારકર અંતર્ગત ઉમરકેટના રાઉત મેહણસિંહ પરમારે જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈને વિ. સં. ૧૨૨૮ માં જૈન ધર્મ સ્વીકારેલે. કહેવાય છે કે મહણસિંહ નિઃસંતાન હતું. પરંતુ સૂરિના સમાગમ પછી તેને પાંચ પુત્ર થયા. છેલ્લા નાગપુત્રથી તેના વંશજો નાગડાગેત્રથી પ્રસિદ્ધ થયા. નાગડા વંશજોએ પિતાનાં સુકૃત્યોથી જૈનધર્મનું નામ દીપાવ્યું છે. ઉક્ત નાગપુત્ર ખરેખર નાગ હતા એવું પટ્ટાવલીમાં દર્શાવાયું છે. શિયાળામાં નાગ ઠંડીથી બચવા ચૂલામાં સૂતા હતા તેવામાં ચૂલો સળગતાં તેનું મૃત્યુ થયેલું એમ ભટ્ટગ્રન્થ જણાવે છે. તેના સ્મારકરૂપે ઉમરકેટમાં નાગની ફણાવાળી ઊભી મૂર્તિ બેસાડી તે ઉપર દેરી બંધાવવામાં આવી.
વિ. સં. ૧૨૨૯ માં જયસિંહસૂરિ વિહરતા સિંધુ નદી પાસેના પીલુડા નગરમાં પધાર્યા. ત્યાંના રાજા રાવજી સેલંકીને દ્વિતીય કુંવર લાલણજીને કોઢ હતા. સૂરિએ મંત્રપ્રભાવથી કોઢ દૂર કરતાં રાજાએ પ્રભાવિત થઈને જૈન ધર્મ સ્વીકર્યો. લાલણ પુત્રથી તેના વંશજો લાલણ નેત્રથી સુપ્રસિદ્ધ થયા. ભટ્ટગ્રંથમાં ઉલ્લેખ છે કે રાવજી ઠાકોરે ચરિત્રનાયકને ચરણે સેનામહોરોથી ભરેલા થાળે અર્પણ કરેલા. પરંતુ નિઃસ્પૃહી આચાર્યો તે સ્વીકારેલા નહિ. આથી રાજાએ તે દ્રવ્યથી પીલુડામાં શ્રી શાંતિનાથ પ્રભુનું મને હર જિનમંદિર બંધાવ્યું. વિ. સં. ૧૨૨૯ માં એમના અત્યાગ્રહથી જયસિંહસૂરિએ ત્યાં ચાતુર્માસ કર્યું. એમની આજ્ઞાથી રાવજી ઠાકરના મંત્રી દેવસીએ આ નવોદિત જૈન કુટુંબને સાધર્મિક ભાવે ઓશવાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com