________________
૧૦ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક સૂરિએ આનાકાની વિના સાધુઓના ઉપકરણો ધરી દીધાં. આથી સેમચંદ આશ્ચર્યચકિત થઈ ગયે. જયસિંહસૂરિના પ્રભાવના બંધનમાં તે જકડાઈ ગયો હોય એમ તેને લાગ્યું. સૂરિને ઉપદેશ સાંભળીને તેના હદયનું પરિવર્તન થયું અને તેણે વિ. સં. ૧૨૧૧ માં જૈનધર્મ સ્વીકાર્યો. લૂટફાટ ન કરવાનું તેણે વચન આપ્યું. પાશ્કરના ચાંદણ રાણાએ સાક્ષી પૂરી. તેના પુત્ર ગાલ પરથી તેનો વંશ ગાલા ત્રથી પ્રસિદ્ધ થયે. સેમચંદે સૂરિના ઉપદેશથી કોટડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તથા ગોત્રદેવી વીસલમાતાનું મંદિર બંધવ્યાં, સવા મણ સુવર્ણની શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી તથા તેના ઉપર હીરા માણેક જડિત છત્ર કરાવ્યું.
ભાલેજ નિકટના નાપા ગામના વિસા શ્રીમાલી લુણિગ શ્રેષ્ઠીએ વિ. સં. ૧૨૨૦ માં સિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. તેમણે ઉક્ત રામદેવસૂરિના આચાર્ય પદ મહોત્સવમાં એક લાખ ટંક દ્રવ્યને ખર્ચ કરે તથા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. ભૂણિગના વંશજો લાડા ગામમાં વસવાથી તેઓ લેલાડિયા ગાત્રથી પ્રસિદ્ધ થયા.
રત્નપુર નિવાસી ભંડારી ગાદા જેઓ મહેશ્વરી સંપ્રદાયના અનુયાયી હતા તેમને જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૨૩ માં પ્રતિબોધ આપીને જૈન ધર્માનુયાયી કર્યા. ભંડારી ગોદાએ સૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનારના તીર્થસંઘે કાઢ્યા તથા અનેક નગરોમાં લહાણી કરીને સવા લાખ રૂપીઆ ખરચ્યા. તેના વંશજો મહુડીમાં વસ્યા હોવાથી તેઓ મહડિયા ઓડકથી પ્રસિદ્ધ થયા.
વિ. સં. ૧૨૨૪ માં લેલાડામાં રાઉત ફણગર રાઠોડને જયસિંહસૂરિએ પ્રતિબંધ આપીને જેન કર્યો. તેના વંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com